મુશ્કેલી:સાણંદથી સરખેજ સુધીનો હાઈવે બિસમાર બનતાં લોકોને હાલાકી

સાણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠેર ઠેર ખાડા તથા ડામર ઉખડી જવાથી ચાલકોને મુશ્કેલી

સાણંદ થી સરખેજ જવાના હાઈવે પર ગિબપુરા નજીક, તેલાવ પાસે, શાતીપુરા સર્કલથી સરખેજ ચોકડી સુધીનો હાઈવે રોડ ઠેક ઠેકાણે ખાડા અને ડામર ઉખડી જવાને કારણે બિસ્માર થઇ જવા પામ્યો છે.જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો વેઠી રહ્યા છે.

સાણંદ થી સરખેજ જતો હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ખાડાઓ પડી જવા પામ્યા છે જેમાં સાણંદના સુકીર્તિ બંગલો થી ગિબપુરાના કરીમનગર નજીક, તેલાવ ગામ આગળ ,શાંતિપુરા સ્કુલ આગળ તેમજ સર્કલ થી સરખેજ ચોકડી સુધીના હાઈવે પર મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે.

હાઈવ પરથી ડામર ઉખડી જવા પામ્યો છે. સાણંદ, વિરમગામ વગેરે તાલુકાના લોકોને અમદાવાદ જવા માટે આ હાઈવે પરથી પસાર થતા હોય છે. હાઈવે પડેલ ખાડાને કારણે દ્વારા ધૂળની ડમરીઓ સતત ઉડતી રહે છે. જેથી ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને રાત્રીના સમયે અકસ્માતનો ભય પણ રહેલો છે.

આ ઝાલાવાડ સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ હોઈ અહી ઈમરજન્સી કેસોની એમ્બ્યુલન્સ પણ મોટી સંખ્યામાં પસાર થાય છે. આ રોડનું પાકાપાયે સમારકામ કરી નવીનીકરણ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...