મટોડા પાટીયા પાસે ગત તા.11-12-21 ના રોજ એક અંધમહિલા અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે અનાજની કીટ લઇ ઓટો રીક્ષામા બેસી બાવળા જવા નીકળેલ તે વખતે એક અજાણ્યા આરોપીએ ફરિયાદી બહેન અંધ હોય તેનો ફાયદો લઈ તેની સાથે સરખેજથી પેસેન્જર રીક્ષામાં બેસી પ્રથમ મોરૈયા ઉતારી ત્યાંથી બીજી રીક્ષામાં બેસાડી મટોડા પાટીયા પહોંચી બાવળા આવી ગયેલ છે તેમ કહી ત્યાં ઉતરી રોડ ક્રોસ કરાવી રોડના ખાંચામાં ખેતર જેવી જગ્યામાં ફરીને લઈ જઈ અંધ મહિલા સાથે સાથે બિભત્સ ચેનચાળા કરી ગાલ ઉપર બે લાફા મારી રોડની સાઇડમા બેસાડી દઇ અનાજની કીટ લઇ ભાગી ગયો હતો.
જે બાબતે ચાંગોદર પો.સ્ટે.માં ગુનો દાખલ કરેલ અને તાત્કાલિક ચાંગોદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી. ડી. મંડોરા તથા સર્વેલન્સ ટીમ તથા એલ.સી.બી. શાખાની એક ટીમ તથા એસ.ઓ.જી. શાખાની એક ટીમ દ્વારા ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ.
તપાસ દરમિયાન આરોપી જે રીક્ષામા પેસેન્જર તરીકે બેસી લઇ ગયેલ તે રીક્ષા તથા ડ્રાયવરની તપાસ કરતા રીક્ષા ડ્રાઇવર મળી આવેલ જેની પુછપરછ કરતા રીક્ષા ડ્રાઇવરે આરોપીનુ વર્ણન તેમજ દેખાવ અંગે જણાવેલ જે માહિતી આધારે આ.પો.કો. પ્રવિણસિંહ બળવંતસિંહ બ.નં.૩૬૩ તથા આ.પો.કો. દીગંતભાઇ મુળજીભાઇ બ.નં.૩૫૦ નાઓએ છેડતી કરેલ આરોપીને 16-12-21ના રોજ મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. હાલમા આરોપીને ગુનાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામા આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.