કોરોના ઇફેક્ટ:સાણંદમાં પ્રથમ પોઝિટિવ આવેલ મહિલાને રજા આપી, ઘરે પહોંચતા સ્થાનિકોએ સ્વાગત કર્યું

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોનાના કહેર વચ્ચે સાણંદ માટે રાહત આવી છે. સાણંદ શહેરમાં પ્રથમ પોઝિટિવ આવેલ મહિલાએ કોરોનાને માત આપી સ્વસ્થ થઇ જતા રજા આપી હતી.

શનિવારે આરોગ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે ગત 15 મે આસપાસ સાણંદ શહેરમાં દરબાર ગઢ નજીક 50 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા જ્યા પ્રથમ સોલા સિવિલ ત્યારે બાદ સાણંદ કોવીડ કેર સેન્ટર અવરલેડી પિલાર ખાતે મહિલાની સારવાર માટે રાખવામાં આવ્યા હતા. જ્યા મહિલાએ કોરોના સામે 14 દિવસ પછી જંગ જીતી હતી. મહિલા ની સારવાર દરમ્યાન સ્વસ્થ થતા તેઓને રજા આપી ત્યારે કોવીડ સેન્ટરના ડોક્ટરો, નર્સ અને સ્ટાફે તાળીઓ પાડી અભિવાદન વ્યક્ત કર્યું તેમજ મહિલા ઘરે પહોંચતા સ્થાનિકોએ મહિલાનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...