તંત્રની બેદરકારી:સાણંદના નિધરાડ ગામના ખેડૂતને 17 વર્ષથી વળતર નહીં મળતા લાચાર

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા યોજનામાં જમીન સંપાદનમાં ખેડૂતની જમીન લીધી હતી અનેક વખત તંત્રમાં રજૂઆત કરવા છતાં ખેડૂતને ધરરમ ધક્કા

સાણંદના નિધરાડ ગામના ખેડૂતની જમીન નર્મદા યોજનામાં જમીન સંપાદનમાં તંત્રએ લીધી પરંતુ આજદિન સુધી ખેડૂતને જમીનનું વળતર નહીં ચુકવતા ખેડૂતે અનેક વખત તંત્રમાં વળતર માટે રજૂઆત કરવા છતાં ખેડૂતને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીને કારણે ખેડૂત લાચાર બન્યો છે.

સાણંદ તાલુકાના નિધરાડ ગામે રહેતા રામાભાઈ ખનાભાઈ પરમારની વડીલોપાર્જિત જમીન નિધરાડના બ્લોક નં.સરવે નં.156ની 0-10-0 ચો.મી જગ્યા જે નર્મદા યોજના નહેરમાં ગત વર્ષ 2004માં કપાતમાં ગઈ હતી. સર્વે નંબર 156માં સબ માઈનોર કેનાલ આવેલ છે તે કેનાલમાં નર્મદા નિગમની અંદર લઇ તેને વગર એન્ટ્રીએ ઔડાને વગર પૈસે આપી દીધી છે. આ કેનાલને 18 વર્ષ થયા છતાં આજદિન સુધી જમીન લઇ ખેડૂતને વળતર નહીં ચુકવતા અનેક વખત આ અંગે તંત્રમાં ખેડૂતે રજૂઆત કરી પરંતુ તંત્ર જાણે ખેડૂતને વળતર ચુકવણી કરવામાં જાણી જોઈને અન્યાય કરી રહ્યું હોય તેમ ખેડૂતને લાગી રહ્યું છે.

બીજી તરફ જમીનમાં ખોદકામને કારણે અગાઉ વર્ષમાં ત્રણ પાક લેતો ખેડૂત આજે એક પણ પાક લઇ શકતો નથી ત્યારે આટલા લાંબા સમયની નુકશાની અને હાલની બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવાય તેવી ખેડૂતની માંગ છે. ખેડૂતની જમીન નર્મદા યોજનામાં જમીન સંપાદનમાં ગઇ હતી. 17 વર્ષ વીતી ગયા છતાં ખેડૂતને હજુ સુધી તેનુું વળતર ન મળતા રોષ ફાટી નીકળ્યો છે. અનેકવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્ર ખેડૂત પ્રત્યે ધ્યાન આપતું નથી.

અન્ય સમાચારો પણ છે...