સાણંદ શહેરના માધવનગર પાસે સાણંદ નગરપાલિકાની કચરાની ડમ્પિંગ સાઈટ આવેલી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કલેક્શન કરી કચરાને આ ડમ્પિંગ સાઈટ પર ઠલાવવામાં આવે છે જે ધીમે ધીમે મીની પીરાણા જેવી સ્થિતિએ પહોંચે તેવી પરિસ્થિતિ છે ત્યારે આ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલા જ કચરાનો સંપૂર્ણ નિકાલ થશે. સાણંદ નગરપાલિકા ચીફ ઓફિસર બીજલબેન સોલન્કીએ જણાવ્યું કે પાલિકા દ્વારા 1 કરોડના ખર્ચે 27 હજાર મેટ્રિકટન કરતા વધુ કચરાના થરને સંપૂર્ણ નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ કચરાની ડમ્પિંગ સાઈટ અંદાજે 15 વર્ષ જૂની છે.જેમાં કુલ 9516 ચો મીટર જેટલી જગ્યામાં આશરે 27231 મેટ્રિકટન જેટલો કચરો પથરાયેલ છે. જે કચરાને સંપૂર્ણ દૂર કરવા પાલિકા દ્વારા પ્રોસેસ કરી નિકાલની કામગીરી ચાલુ કરી છે. જેમાં જરૂરી કચરાને ઉપયોગમાં લેવામાં આવશે.
આ કામગીરી આશરે દોઢ મહિના સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આ જગ્યાને લેવલિંગ કરવામાં આવશે. ત્યારેબાદ રોજ એકત્રિત થતા કચરાના નિકાલની પણ તૈયારી હાથ ધરાઈ છે. માધવનગર ડમ્પ સાઈટ ખાતે લિગસી વેસ્ટના નિકાલની કામગીરી પાલિકાના સેનેટરી વિભાગના સેનેટરી ઈંસ્પેક્ટર જસવંતભાઈ વાઘેલાની નજર હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરાઈ છે. અને આ કામગીરી સ્વછતા માટે મહત્વની સાબિત થશે. જયારે શરૂઆતના બે દિવસમાં અંદાજે 1000 ટન કચરાનો નિકાલ કરાયો છે.
આ અંગે સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર બિજલબેન સોલંકીએ જણાવ્યું કે, માધવનગર ડમ્પ સાઈટ ખાતે લિગસી વેસ્ટના નિકાલ ચાલુ કરાયું છે. કચરો દૂર થયાં પછી નાનું ડ્રોમ બનાવી રોજનો આશરે 25 ટન કચરાનું નિકાલ થશે અને પ્લેવર બ્લોક બનાવામા આવશે. 3 મહિના સુધી આનો સર્વે ચાલ્યો હતો ત્યારબાદ કામગીરી ચાલુ થઇ છે. આગ લાગે ત્યારે પાણી છાંટવાનો તેમજ ધુમાડાના પ્રશ્નનું નિરાકરણ આવશે અને સ્વછતા જળવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.