સાણંદમાં હીટ એન્ડ રન:કારચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો, ટ્રાફિક જામ

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાલકને નીચે ઉતારી લોકોએ માર માર્યો હતો. - Divya Bhaskar
ચાલકને નીચે ઉતારી લોકોએ માર માર્યો હતો.
  • બેજવાબદાર કારચાલક સહિત કારમાં બેસેલા 3ને લોકો ઘેરી વળ્યા, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો

સાણંદ એસ ટી બસ સ્ટેન્ડ નજીક પુરપાટ રોંગ સાઈડ ધસી આવેલા કાર ચાલકને કારણે હીટ એન્ડ રન જેવા દ્રશ્યો સર્જાતા પબ્લિક કારને ઘેરી વળી હતી અને છાકટા બનેલા કાર ચાલક ને મેથી પાક ચખાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે સમી સાંજે ૭.૩૦ કલાકે સાણંદ નાળાની ભાગોળ તરફથી પુરપાટ આવેલી સ્કોડા કારે બસસ્ટેન્ડ તરફ રોંગ સાઈડે જઈને કાર ચલાવતા હીટ એન્ડ રન ના દ્રશ્યો સર્જાયા હતા અને ગંભીર અકસ્માત થતા થતા રહી ગયો હતો.

બેજવાબદાર અને છાકટા બનેલા કાર ચાલકને પબ્લિક ઘેરી વળી હતી અને કારમાં બેઠેલા ત્રણ યુવકોને નીચે ઉતારી મેથી પાક ચખાડ્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી કારના કાચ તોડી નાખ્યા હતા. બનાવને પગલે હાઈવેની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવને પગલે સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોચીને સમગ્ર મામલો શાંત પડ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...