ફરિયાદ:ગોદરેજ કંપનીનો રૂપિયા 15 લાખનો માલ ભરેલી જીપ લઈ ચાલક ફરાર

સાણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના સરી ગામની ગોદરેજ કંપનીએ માલ ગ્રાહકોને પહોંચાડવા આપ્યો હતો
  • માલ ભરૂચ અને સુરત મોકલવા ધોળકા ખાતેની ભવાની રોડવેઝ ટ્રાન્સપોર્ટના મેનેજરનો સંપર્ક કરતાં બોલેરો પીકઅપના ડ્રાઈવરને મોકલ્યો હતો

સાણંદના સરી ગામ ની સીમમાં આવેલ ગોદરેજ કંપનીના નિમેષભાઈએ ગોદરેજ કંપનીનો માલ ગ્રાહકોને મોકલવા ગત.8 જુલાઈને ધોળકા ખાતેની ભવાની રોડવેઝના મેનેજર નિલેશભાઈ ઘનશ્યામભાઈ પ્રજાપતિનો સંપર્ક કરી ગાડી માંગતા તેઓના નિલેશભાઈએ ટ્રાન્સપોર્ટમાંથી એક બોલેરો પીકપ ડ્રાઈવર સોનસા મેવારને મોકલે અને ગાડીમાં ગોદરેજ કંપનીમાંથી માલ ભરી માંગરોલ અને સુરત મોકલી આપેલ અને જે તે ગ્રાહકોને પહોંચાડી રિસીવ પેપર ટ્રાન્સપોર્ટ ઓફિસે જમા કરાવતા ડ્રાઈવર ઉપર ટ્રાન્સપોર્ટ કંપનીને વિશ્વાસ આવી ગયો હતો.

ત્યારબાદ 12 જુલાઈને સરીની ગોદરેજ કંપનીમાંથી નિતેશભાઈએ ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક કરી ગોદરેજ કંપનીનો માલ ભરૂચ અને સુરત મોકલવા ગાડી મગાવતા ટ્રાન્સપોર્ટ કંપનીએ બોલેરો પીકઅપના ડ્રાઈવર સોનલ મેવારને ફોનથી જાણ કરી જેથી આ ડ્રાઈવર સોનલ મેવાર ગાડી લઈને ભવાની ટ્રાન્સપોર્ટમાં આવેલ અને તેની પાસે ટ્રાન્સપોર્ટ કર્મીએ અગાઉ લાયસન્સ માંગતા ડ્રાઈવર સોનલ મેવારએ લાઇન્સ મોબાઈલ માં બતાવેલ અને કહેલ કે વોટ્સઅપથી મોકલી આપું છું પણ મોકલેલ નહીં.

ગાડી સાથે ડ્રાઇવર સોનસા કંપનીમાં જઈ અલગ અલગ પ્રકારના લોખંડના તાળા અને ટેબલો મળી કુલ રૂ.15,35935નો માલ ભરૂચ અને સુરત મોકલી આપેલ પણ જે માલ ગ્રાહકોને નહીં પહોંચાડી માલ લઈને ગાડીનો ડ્રાઈવર સોનસા મેવારનો ફરાર થયો હતો જે અંગે કંપનીએ ટ્રાન્સપોર્ટમાં જાણ કરતાં મેનેજરએ ડ્રાઈવરનો ફોનથી સંપર્ક કરતાં મોબાઈલ બંધ આવતા સમગ્ર ઘટના અંગે ભવાની રોડવેઝના મેનેજર નિલેશભાઈ ઘનશ્યામભાઈ પ્રજાપતિએ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગાડી ના ડ્રાંઇવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...