તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોનામાં અપૂરતી આરોગ્ય સુવિધાના વિરોધમાં જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ધરણાં યોજ્યાં

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. - Divya Bhaskar
કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
  • મુશ્કેલી અંગેનાં બેનર સાથે ધરણાં યોજાયાં, પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી

વર્તમાન કોરોના મહામારી પરિસ્થિતિ માં ગુજરાત સરકાર દ્વારા રેમડેસિવિર સહિત બીજાં જરૂરી ઈન્જેકશનો, ઓકસીજન, સમયસર એમ્બ્યુલન્સ, હોસ્પિટલો માં દર્દી માટે બેડ, જરૂરી વેન્ટીલેટર, પુરતી દવાઓ સહિત પુરતો મેડીકલ સ્ટાફ સત્વરે ગુજરાત ની જનતા માટે ઉપલબ્ધ કરાવવાની માગણી સાથે અમદાવાદ જિલ્લા કોગ્રેસ દ્વારા તા-8-05-2021 શનિવારે ધરણાં નો કાર્યક્રમ અમદાવાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજ્યો હતો.

કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓ અંગેના બેનર સાથે કલેકટર કચેરી અમદાવાદ ખાતે ધરણાં કરતા રાણીપ પોલીસ દ્વારા જીલ્લા કોગ્રેસ પ્રમુખ પંકજસિંહવાઘેલા સહિત ધારાસભ્ય રાજુભાઇ ગોહિલ, ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, જશુભાઈ સોલંકી, નટુજી ઠાકોર, મનીષભાઈ મકવાણા, ગૌરવ ચાવડા, સંદિપસિહ વાઘેલા, ધરમશીભાઈ ઠાકોર સહિત કોગ્રેસના 15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આજે મુખ્યમંત્રી ચેખલા ગામની મુલાકાતે
રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને નાથવા ગામડે ગામડે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરુ કરાયું છે ત્યારે સાણંદના પણ વિવિધ ગામોમાં જેમ કે તેલાવ , ચેખલા , કોલટ આ અભિયાન અંતરગત કોવીડ કેર સેન્ટરો શરુ કરાયા છે. ત્યારે આ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આજે સવારે 11 કલાકે સાણંદના ચેખલા ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ની મુલાકાતે આવનાર છે.
મુનીઆશ્રમ અંતિમ સંસ્કાર માટે 12 મણ લાકડાની સેવા અાપશે
સાણંદ મુની સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને સ્વજનની અંતિમક્રિયાના દુઃખદ પ્રસંગે સહાયરૂપ થવા અર્થે વિનામૂલ્યે 12 મણ લાકડાની સેવા આપવાનું શરુ કરાયું છે.આ સેવા એકલિંગજી રોડ નજીક આપવાનું શરુ કરાયું છે. જેના માટે 7383174772, 9825555507 આ બે સંપર્ક નંબર જારી કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...