સાણંદના માધવનગરથી મુનિ આશ્રમ રોડ ઉપર પતિના બાઇક પાછળ બેસી પત્ની જતી હતી તે સમયે ટાયરમાં દુપટ્ટો આવતા પરણિતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બાવળાના ભવાનીનગર વિસ્તારમાં રહેતા જૈવિકભાઈ બાબુભાઇ મકવાણા અને તેમની પત્ની પૂનમબેન બંને જાણા બાઇક પર સાણંદના માધવનગરથી મુનિઆશ્રમ રોડ ઉપર જતાં હતા તે સમયે બાઇક પાછળ બેઠળ પૂનમબેનનો દુપટ્ટો બાઇકના પાછળના વ્હિલમાં આવી હતા રોડ ઉપર જોરથી પટકાયા હતા. રોડ ઉપર જતાં વાહન ચાલકોએ વાહન થોભવી ઇજાગ્રસ્તની મદદ માટે દોડ્યા હતા.
જેમાં પૂનમબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત પુનમબેન જૈવિકભાઈ મકવાણાનું મોત નીપજયું હતું. જેને લઈને સાણંદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.