મુલાકાત:સાણંદના ધારાસભ્ય કનુ પટેલના પિતાની તર્પણ વિધિમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કાર્યક્રમમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો, રાજકીય આગેવાનો, અધિકારી ઉપસ્થિત રહ્યા

સાણંદના ધારાસભ્ય કનુ પટેલના પિતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ. કરમશી પટેલના મહાલય શ્રાધ્ધ વિધિ પિતૃ તર્પણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાણંદના નળ સરોવર ઉપર ડોળી પાટિયા પાસે આવેલ કેશર ફાર્મ ખાતે યોજાયો હતો. વહેલી સવારથી આ કાર્યક્રમમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો, તેમજ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહીત જિલ્લા, તાલુકા કક્ષાના પ્રમુખ, સદસ્યો તેમજ રાજકીય આગેવાનો, અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના રૂટથી કાર્યક્રમ સ્થળ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સાણંદના ધારાસભ્યના પિતાના મહાલય શ્રાધ્ધ વિધિ પિતૃ તર્પણમાં મુખ્યમંત્રીના આગમનને લઈને સાણંદનું તંત્ર મોડી રાત્રે હરકતમાં આવ્યું હતું. સીએમના રૂટ ઉપર રસ્તાની સફાઈ, ખાડા પુરવા કામે લાગ્યું હતું. અને ચુસ્ત સુરક્ષા પહેરો ગોઠવાયો હતો. ત્યારબાદ સાણંદ બાયપાસ ઉપર આવેલ ઉમિયાધામ મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રીએ મા ઉમિયાના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...