કાર્યવાહી:સાણંદ છારોડી રેલવે સ્ટેશન સામે બાઈકને કારેે ટક્કર મારી

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકચાલક ઇજાગ્રસ્ત બન્યો, કારચાલક કાર લઇ પલાયન

સાણંદના છારોડી રેલવે સ્ટેશન સામે હાઈવે ક્રોસ કરી રહેલા બાઈક ચાલકને અજાણ્યા ઇયોવા ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકને ઈજાઓ પહોચી હતી. બીજી તરફ અકસ્માત કરી અજાણ્યો ઈનોવા ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રવિવારે વિરમગામ વિસ્તારમાં રહેતા રમેશભાઈ શિવરામભાઈ પરમાર સાણંદ જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરવા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા સાણંદ તાલુકાના છારોડી રેલ્વે સ્ટેશન સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક લાલ રંગની ઈનોવા કાર ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે કાર ચાલવી બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક રમેશભાઈ શીવરામભાઈ પરમારને શરીરે ઈજાઓ પહોચી હતી

બનાવ બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી 108ને જાણ કરતા ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે સમગ્ર ઘટનાં અંગે ઈજાગ્રસ્તના ભાઈ બાબુભાઈહમીરભાઈ પરમારે સાણંદ જીઆઇડીસી પોલીસમાં એક લાલ રંગની ઈનોવા કાર ચાલક વિરૂદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સાણંદ આસપાસથી પસાર થતાં હાઇવે પર અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાયો છે. ક્યારેક નિર્દોશ લોકોનો જીવ પણ જતો હોય છે. તાજેતરમાં જ સળંગ બે દિવસમાં સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત નીપજ્યા હતા. ત્યારે અકસ્માત સર્જી ફરાર થતાં કાર ચાલકોને પકડી કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...