તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાણંદના અણીયારીમાં દવાખાનું ચલાવતો ઉંટવૈદ્ય ઝડપાયો

સાણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બોગસ ડોક્ટરો પર ગ્રામ્ય SOGની લાલ આંખ

સાણંદના અણીયારી ગામે દુકાન ભાડે રાખી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી અને એલોપેથીક દવાઓ આપતો બોગસ ડોક્ટરને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે ઝડપી લઇ 37142 ના મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોક્ટરના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી.શાખાનાપો.ઇન્સ. ડી.એન.પટેલને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી શાખાના હે.કો. શકિતસિંહ છત્રસિંહનેબાતમી આધારે દુકાન ભાડે રાખી ઓમ કે.જી.એન. ક્લિનિક નામથી ગે.કા રીતે દવાખાનુ રાખી ર્ડાક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસકરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ.

રમજાનભાઇ હાજીભાઇ વાળંદ (ખલીફા) (રહે.અણીયારી ગામ તા-સાણંદ)ને જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી કિ.રૂ.37142ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ઇસમ વિરુદ્ધમાં ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ કલમ અંતર્ગત સાણંદ જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જિલ્લામાં બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...