તપાસ:સાણંદ તાલુકાના વિરોચનનગર કેનાલમાથી યુવતીની લાશ મળી

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 20 વર્ષની યુવતીની લાશ પરથી ઇજાના નિશાન મળ્યા, બનાવને પગલે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી

સાણંદ અને તાલુકા વિસ્તારમાં થોડાક સમયથી અજાણ્યા ઇસમોની લાશ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક વખત સાણંદના વિરોચનનગર પાસેની કેનાલમાથી અજાણી યુવતીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાવને પગલે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની સીમમાંથી પસાર થતી નર્મદામાં પાણીમાંથી એક અજાણી મહીલાની લાશ હોવાની માહિતી સ્થાનિકોને થતાં સમગ્ર ઘટનાને લઈને આસપાસના વિસ્તારના લોકો કેનાલ ઉપર ઉમટ્યા હતા. બનાવને લઈને સાણંદ જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોચીને અજાણી યુવતીની લાશને બહાર કાઢીને પીએમ માટે સાણંદ સિવિલ ખાતે ખસેડી હતી. અજાણી યુવતી આશરે 18થી 20 વર્ષીય છે. જેને શરીરે કાળા કારનો ડ્રેસ તથા કમરે સફેદ કલરની લેગી પહેરેલ છે.

ત્યારે આ અજાણી યુવતીના મોઢા અને કપાળના ભાગે ઇજાના નિશાનો મળી આવ્યા છે. ત્યારે યુવતીનું મોતનું કારણ પણ અકબંધ છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસે અજાણી યુવતીની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ માટે તપાસનો ધમધામાટ હાથ ધર્યો છે. બીજી તરફ કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ સાણંદ આસપાસના વિસ્તારમાંથી એક મહિલા સહિત 2ની લાશ મળી આવી હતી. જેમાં હજુ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઇ કળી હાથ લાગી નથી.

અન્ય સમાચારો પણ છે...