તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાણંદના તેલાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 2 યુવકોની લાશ મળી

સાણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાણંદની તેલાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 2 યુવકોની લાશ મળી. - Divya Bhaskar
સાણંદની તેલાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 2 યુવકોની લાશ મળી.
  • એક ઇસમ અમદાવાદના જમાલપુરનો રિક્ષા ડ્રાઈવર
  • ફાયર બ્રિગેડ -પોલીસ ઘટનાસ્થળે દોડી લાશ બહાર કાઢી તપાસ હાથ ધરાઈ

સાણંદના તેલાવ ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં અજાણ્યા ૨ યુવકોની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચીને લાશને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલમાં ગુરુવારે બપોરે 1.30 કલાક આજુબાજુમાં બે યુવકોની લાશ પાણીમાં હોવાની ત્યાંના સ્થાનિક સંજયભાઈ ભીખાભાઈ ભરવાડને જાણ થતા તેઓએ સાણંદ પોલીસને જાણ કરતા પી.એસ.આઈ. પી.જે ચૌધરી અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને ફાયર બ્રિગેડને જાણ કરતા સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાય ઘટના સ્થળે પહોંચીને કેનાલના પાણીમાં ફાયર બ્રિગેડે ભારે જહેમતથી લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.

સાણંદ પોલીસે લાશને પીએમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ કરતા 1 યુવકના ખિસ્સામાંથી ડ્રાઈવીંગ લાઇસન્સ મળી આવ્યું હતું જેના આધારે અમદાવાદના જમાલપુર ખાતે રહેતો મોહમ્મદ જીયાલકી શેખ ઉર્ફે અજહર હોવાનું બહાર આવતા પોલીસે મૃતકના પરીવારનો સંપર્ક કરતા તેઓ સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે અન્ય ઇસમના વાલીવારસ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક મોહમ્મદ જીયાલકી શેખ ઉર્ફે અજહર અમદાવાદના જમાલપુર વિસ્તાર રહેતો હતો અને તેને ૩ બાળકો છે.

જે રીક્ષા ડ્રાઈવીંગ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 9 જૂન બપોરે તે ઘરે રીક્ષા મૂકી ગુમ થતા તેના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી શોધખોળ હાથ ધરી હતી. મોહમ્મદ જીયાલકી શેખ ઉર્ફે અજહરની લાશ કેનાલમાંથી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...