તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લામાંથી 10 વાહન ચોરી કરનારો આરોપી સાણંદમાંથી ઝડપાયો

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાણંદ બાયપાસ પરથી પોલીસે ચોરને ઝડપી લીધો

જિલ્લાના સાણંદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડક સમયથી વાહન ચોરીની ઘટનામાં વધારો થવા પામ્યો છે ત્યારે સાણંદ પોલીસે આ અંગે બાતમી આધારે સાણંદના બાયપાસ રોડ ઉપરથી વાહન ચોરી કરતો ગોધરાના ઈસમને ઝડપી લઇ અમદાવાદ શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 10 વાહન ચોરીનો ભેદ ઉકેલી ઇસમ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર વિગતો એવી છે કે પોલીસ મહાનિરિક્ષક કે.જી.ભાટી અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગ્રામ્ય અમદાવાદે મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને પકડવા સુચના કરી હોવાથી તથા નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયા સાણંદ વિભાગના માર્ગદર્શન મુજબ સાણંદ પોલીસ સ્ટેશનના અ.પો.કો.સહદેવસિહ ઘનશ્યામસિહને મળેલી બાતમી આધારે સાણંદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી નામે અશરફ યાકુબભાઇ શબુરીયા (ઉ.વ.૨૬ રહે, સીંગલ ફળીયા રોયલ પ્લોટ અલી મસ્જીદની સામે ગોધરા તા-ગોધરા જી.પંચમહાલ) સાણંદ ખાતે આવવાનો હોવાની હકીકત મળતા સાણંદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.બી.ગોહીલ તથા પી.જે.ચૌધરી પો.સબ.ઇન્સ સાણંદ પોલીસ સ્ટેશન અને સ્ટાફના માણસોએ સાણંદ બાયપાસ હાઇવે ઉપર વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો છે. જે આરોપીની પોલીસ પુછપરછ દરમ્યાન અમદાવાદ શહેરના રાણીપ પો.સ્ટેના 2 ગુના, ખોખરા પો.સ્ટેના 2 ગુના , માધુપુરા પો.સ્ટે 1 ગુનો , રખીયાલ પો.સ્ટે 1 ગુનો, ચાંદખેડા પો.સ્ટે 1 ગુનો , નારોલ પો.સ્ટે 1 ગુનો , શહેર કોટડા પો.સ્ટે 1 ગુનો , ગોમતીપુર પો.સ્ટે 1 ગુનો મળી કુલ 10 ચોરીના ગુના કરેલાની કબુલાત કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો