ફરિયાદ:આરોપીએ પત્નીને મળવાની જીદ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ કોર્ટમાં મુદત ભરી સાબરમતી જેલમાં પરત જતાં સમયે
  • નાસી​​​​​​​ જવાનો પ્રયાસ કરતાં આરોપી સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરના ગેડીયા ગામનો આરોપીને પોલીસ સાબરમતી સેન્ટ્રલ જેલથી સાણંદ કોર્ટમાં મુદત ભરવા માટે લાવી હતી. અને મુદત ભરી જેલમાં પરત લઈ જતી વખતે કોર્ટ બહાર રોડ ઉપર આરોપીએ પત્ની અને સબંધીને મળવા જીદ કરતાં પોલીસે મળવવાની ના પાડતા આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્યમાં કંટ્રોલ લીવ રીઝવ પી.એસ.આઈ યુ.બી.જોગરાણા અને પો.કો. ગોવિંદજી જયરામજી મકરબા હેડ ક્વાર્ટ્સથી સરકારી ગાડીમાં સાબરમતી જેલ ખાતે બંધ સાણંદ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી હજરતખાન ઉર્ફે હજુ અનવરખાન મલેક (રહે.ગેડીયા તા. પાટડી જી. સુરેન્દ્રનગર)ને લઈને સાણંદ કોર્ટમાં લાવી રજૂ કરતાં આરોપી હજરતખાનની 17 જૂનની મુદ્દત પડતા આરોપી સાણંદ કોર્ટથી નીકળી સામે રોડ ઉપર સરકારી ગાડી પાસે આવતા ત્યાં આરોપી હજરતખાનની પત્ની અને બીજા માણસો ઉભેલા હતા.

જેથી હજરતખાનએ પોલીસને જણાવ્યુ કે તમો થોડીકવાર ઊભા રહો મારૂ ફેમિલી તથા સબંધીઓ મળવા આવેલા છે. જેથી પોલીસે ફરજના ભાગ રૂપે જણાવ્યું કે નિયમ મુજબ મળવા દેવાય નહીં તમારે મુલાકાત કરવી હોય તો જેલ ઉપર નિયમ મુજબ મળી શકો છો, તેમ કહી તેને ગાડીમાં બેસી જવા કહેતા આરોપી હજરતખાન એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી પી.એસ.આઈ અને કોસ્ટેબલ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. નાસી જવાની કોશિષ કરતાં પોલીસે બળ વાપરી આરોપીને ગાડીમાં બેસાડી સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...