તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક કભી સાધારણ નહીં હોતા:તેલાવ પ્રા. શાળાનો વિકાસ કરી કાયાપલટ કરી

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેલાવ ગામની પ્રાથમિક શાળામાં 2012માં આચાર્ય તરીકે નિયુક્ત થયેલા વિજયભાઇએ શાળામાં ડિજિટલ લાઇબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી

એક સુવિખ્યાત કહેવત છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતેહૈ .આજકાલ શિક્ષણ યંત્રવત અને શિક્ષકો પણ ઉદાસીન થયા છે ત્યારે આપણી આસપાસ એવા પણ કેટલાક શિક્ષકો છે જે પોતે શિક્ષક જેવા ગૌરવપૂર્ણં હોદ્દા પર રહી તેને સાચા અર્થમાં સાર્થક કરે છે. આજે શિક્ષકદિન છે ત્યારે સાણંદ તાલુકાના તેલાવગામની પ્રા શાળાના એવાજ એક શિક્ષકની વાત કરવી છે જેમણે સતત પ્રયત્નશીલ રહી શાળાના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી છે .

સાણંદ તાલુકાના તેલાવ ગામની શાળામાં વર્ષ 2012માં આચાર્ય તરીકે નિમણુંક પામનારા વિજયભાઈ કાંતિલાલ પટેલ જેઓએ શાળામાં ડિજિટલ લાઈબ્રેરી , સ્વચ્છતા અંગેના પ્રકલ્પો ,ટોય્ઝ બેન્ક સહિતની અનેક પ્રવૃતિઓ થકી શાળાનો વિકાસ કર્યો છે. તેઓનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા , શ્રેષ્ઠ આચાર્ય તરીકે જિલ્લા કલેક્ટર દ્વારા અને ઇનોવેટિવ આચાર્ય તરીકે પણ સન્માન થયું છે. શાળાનું પણ સ્વચ્છ શાળા તરીકે સન્માન થયું છે. કહે છે ને સારા કામોની શરૂઆત કરીએ તો આપો આપ લોકો પણ તેમાં જોડાતા જાય છે. અહીં પણ આવુજ થયું શાળાનો અને બાળકોનો વિકાસ જોઈને વતન પ્રેમ યોજના થકી શાળાને લોકોનો પણ સુંદર સહકાર સાંપડ્યો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટર લેબ વિકસાવવામાં આવી છે .

આ ઉત્તમ કાર્ય માટે ઉદ્યોગપતિ જયેન્દ્રભાઈ ખારાવાલા એ તેમના ઉદાર હાથે ફાળો આપ્યો છે . કમ્પ્યુટર લેબના સુવિકસિત નિર્માણ માટે તેઓએ 7,50,000 રૂપિયા નો ફાળો આપ્યો છે . જે આધારિત શાળામાં અદ્યતન 12 ડેસ્કટોપ કોમ્પ્યુટર , 2 લેપટોપ કોમ્પ્યુટર અને 1 LED TVની સુવિધા ઉભી કરવામાં આવી છે. તદઉપરાંત તેઓએ શાળામાં વિદ્યાર્થીઓ માટે TOYS BANK ના વિકાસાર્થે 5,00,000 સુધીની રકમ ફાળો રૂપે આપવાની તત્પરતા દાખવી છે .

અન્ય સમાચારો પણ છે...