તંત્ર જાગ્યું:સાણંદમાં બમ્પ ઉપર તંત્રે સફેદ પટ્ટા લગાવ્યા

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતે વાહનચાલકોને બમ્પ ન દેખાવાને કારણે અનેક નાનામોટા અકસ્માતો થતા હતા, લોકોમાં રોષ હતો

સાણંદ શહેરના હાઈવે પર આવેલ બમ્પ ઉપર સફેદ પટ્ટા લગાવવાની માંગ ઉઠી હતી. સાણંદ –વિરમગામ હાઈવે જે સ્ટેટ હાઈવે છે અને રાજ્ય સરકારે આને માળિયા હાઈવે તરીકે ડેવલપ કર્યો છે. આ હાઈવે પરથી દરરોજ હજારોની સખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે.

સાણંદની વિવેકાનંદ સોસાયટી સામે થી હજારી માતાના મંદિર સુધીમાં વચ્ચે આવતા બમ્પ તેમજ સાણંદ સરખેજ હાઈવે પર આવેલ બમ્પ ઉપર છેલ્લા ઘણા સમયથી સફેદ પટ્ટા ન હોવાને કારણે રાત્રીના સમયે હાઈવે પરથી બેફામ જતા વાહન ચાલકોને બમ્પ ન દેખાવાને કારણે અનેક વખત નાના અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે બમ્પ ઉપર સફેદ પટ્ટા લગાવે તેવી શહેરીજનોની માંગ ઉઠી હતી જે અંગે દિવ્ય ભાસ્કરમાં 31 ડિસેમ્બરને શુક્રવારે અહેવાલ પ્રસીધ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું. તંત્રને પોતાની જવાબદારીનું ભાન થતા શુક્રવારથી મંગળવાર સુધીમાં શહેરોના અલગ અલગ સ્થળોએ બમ્પ પર સફેદ પટ્ટા લગાવવાનું સમારકામ કર્યું હતું. જેને લઈને શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...