તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ઇન સર્વિસ તબીબોની માંગ ન સંતોષાતાં હડતાલ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાકીદે નિર્ણય નહિ લેવાય તો સામૂહિક સ્વૈચ્છિક રાજીનામાં આપવાની પણ ચીમકી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોની કેટલીક માંગણીઓ તથાપ્રશ્નો છેલ્લા દોઢ વર્ષથી પડતર છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ મુદ્દે આંદોલનો શરુ થયા ત્યારે મોડાસર, સનાથલ, ઝોલાપુર, ઉપરદળ, વી.નગર, ચેખલા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ સહિત સમગ્ર અમદાવાદ જીલ્લાના તબીબો પણ 25 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

તબીબોના જણાવ્યા મુજબ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં દિવસ રાત જોયા વિના દર્દીઓના સીધા સંપર્કમાં રહી અમો ફરજ બજાવીએ છીએ ત્યારે અમને પણ મોઘવારી નડે છે સરકારમાં છેલ્લા દોઢ વર્ષથી વારંવાર ન્યાયિક માંગણીઓની રજુઆઅત છતાં અમારી વાત કોઈ ધ્યાને લેતું કે કોઈ નિર્ણય લેવાતો નથી ત્યારે ના છુટકે અમારે વિરોધ કરવો પડી રહ્યો છે. જો આ અંગે તાકીદે નિર્ણય નહિ લેવાય તો સામુહિક સ્વૈચ્છિક રાજીનામાં આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...