તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાણંદ બાયપાસ રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં

સાણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર 5 કિલોમીટર લાંબો અંધારપટ હોવાથી અકસ્માત સર્જાવાનો ખતરો

સાણંદ શહેરના બાયપાસ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા વિકાસના અજવાળામાં આગળ વધતા સાણંદ જાણે અંધારામાં ગરક થઇ રહ્યું હોય તેવો આભાસ થઇ રહ્યો છે. આ રોડ ઉપર 100થી વધુ સ્ટ્રીટ લાઈટના વીજપોલ આવેલા છે. તેના ઉપર બંને સાઈડની લાઈટ બંધ હોવાને કારણે સમગ્ર સાણંદ બાયપાસ અદાંજે 5 કિલોમીટર લાંબા રોડ પર અંધારપટ છવાયેલો છે.

આ હાઇવેનો મુખ્યત્વે શહેરીજનો તેમજ વિરમગામ, માંડલ, સુરેન્દ્રનગર,કચ્છ જતા વાહન ચાલકો પસાર થતા હોય છે. રાત્રી લાઈટ બંધ હોવાના કારણે અકસ્માતની શક્યતાઓ પણ રહેલી છે. કોઈનો જીવ અંધારામાં ગરક થાય તે પહેલા તંત્રએ આ બાયપાસ રોડની સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી અંધકાર દુર કરવો જરૂરી જણાય રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...