તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદ ટોલટેક્ષ પર એસટીને ટક્કર મારી અને ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોલ ભરવા માટે ઊભી રહેલી બસ સાથે અકસ્માત થતાં પોલીસને બગાસું ખાતા પતાસું હાથે લાગ્યું : 12.82 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો, અકસ્માતનો પણ ગુનો

થોડાક સમયથી સાણંદ તથા આસપાસના વિસ્તારમાં વાહનોમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી વધી છે. સાણંદ ટોલટેક્ષ પર ઝીઝુંવાડા અમદાવાદ રૂટની એસ.ટી બસ ટોલટેક્ષ પર ટોલ ભરવા ઉભી હતી. ત્યારે ટાટા 407 પીકઅપના ચાલકે પાછળથી અથડાવી હતી. અકસ્માત કરેલી પીકઅપ ગાડીમાં ખાલી કેરેટની આડમાં વિદેશી દારૂ ઈંગ્લીશનો જથ્થો મળી આવતા સાણંદ પોલીસે કુલ રૂ.12,82,140નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી લઇ વિરૂદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાણંદ પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ગુરુવારે સાણંદ ટોલ ટેક્ષના બુથની આગળ વિરમગામથી સાણંદ તરફ આવતી લાઈનના બુથ ઉપર ઝીઝુંવાડા અમદાવાદના રૂટની એસ.ટી બસ ટોલ ભરવા ઉભી હતી. ત્યારે ટાટા 407 પીકઅપના ચાલકે તેની ગાડી પુરઝડપે હંકારી એસ.ટી બસની પાછળ ધડાકા ભેર ભટકારી અકસ્માત સર્જ્યો હતો. જેથી આસપાસના માણસો માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ સાણંદ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. ટાટા 407 વાહનની તપાસ કરતા ઉપરના ભાગે અલગ અલગ કલરના ખાલી કેરેટ ગોઠવેલા હતા જેને હટાવી અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા બોક્ષ હતા. જેથી પોલીસે પીકઅપના ચાલક ચોખારામ તેજારામ ગોદારા (ઉં.26 રહે..રામનગર, તા.જી.બાડમેર રાજસ્થાન)ને ત્યાંથી ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂની અલગ અગલ બ્રાન્ડની 2184 બોટલો જેની કિંમત રૂ.9,27,840, એક મોબાઈલ જેની કીં.રૂ.4000, પીકઅપ જેની કિં.રૂ.3.50 લાખ પ્લાસ્ટિકના 15 કેરેટ જેની કીં.રૂ.300 મળી કુલ કીં.રૂ.12,82,140નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પકડેલા ઇસમની પુછપરછ કરતા દારૂનો જથ્થો મોકલનાર ચિરાગ (રહે.ઉદયપુર રાજસ્થાન) નામના માણસનું નામ ખુલતા સાણંદ પોલીસે કુલ 2 વિરૂદ્ધમાં ગુનો નોંધયો છે. તેમજ ઝીઝુંવાડા અમદાવાદના રૂટના એસ.ટી બસના ડ્રાઈવરે બસની પાછળ અકસ્માત કરનારા પીકઅપના ચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. બુટલેગરો બેફામ અને બેખૌફ બનીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ સતર્ક બની છે.

અન્ય સમાચારો પણ છે...