ઉત્તરાયણ પર્વ પહેલા અત્યાર સુધીમાં સાણંદ વિસ્તારમાથી કાળમુખી ચાઈનીઝ દોરીના 253 ટેલરો સાથે 9 લોકોને પોલીસે પકડી લીધા છે. જ્યારે એક બાઇક ચાલકને ઇજા થઈ હતી. તેમ છતાં પણ સરકારના નિયમને નેવે મૂકી શહેરમાં કેટલાક તત્વો ઘાતક ચાઈના દોરીથી પતંગ ચગાવી રહ્યા છે જેઓને પકડવા લોકોએ માંગ કરી છે.
સમગ્ર વિગત એવી છે કે સાણંદમાં ઘણા વર્ષોથી વ્યવસ્યા કરતાં અને મૂળ રાજેસ્થાનના એક યુવક આજ થી 10 દિવસ પહેલા બાઈક લઈને સાંજે નિધરાડ ગામ થી મુનિ આશ્રમ તરફ રોડ પર જતો ત્યારે ચાઇનીઝ દોરી યુવકના ગાળાના ભાગે વાગતા ઇજા થઈ હતી દોરીને દૂર કરવા જતાં જમણા હાથના પંજા તેમજ આંગણીએ ગંભીર ઇજાઓ થતાં યુવક સારવાર માટે દોડ્યો હતો જેને એક આંગળીએ ૬ ટાંકા આવ્યા છે.
યુવકે પોતાનું નામ ન આપવાની શરતે ભાસ્કરને ખાસ જણાવ્યુ કે ચાઇનીઝ દોરી ખુબજ ઘાતક છે. દોરી પાછી ખેંચાતી ઝોલ ખૂબ જોખમી નીવડે છે તાત્કાલિક દોરીને દૂર ન કરી હોત તો વધુ ગંભીર ઇજા થવાની શકતાઓ રહેલી હતી, ઘટના બાદ ગળાના ભાગે ખાસ સેફ્ટી રાખી રહ્યો છું અને લોકોને પણ બાઇક ચલાતી વખતે સેફ્ટી રાખવા અને ચાઈના દોરી કે કાચ વાળી દોરી ન વાપરવા અપીલ કરી હતી. ઉતરાયણ પહેલાના છેલ્લા 20 દિવસમાં સાણંદ તાલુકાના તેલાવ, નાનીદેવતી, ચાંગોદર, બોળ સહિત શહેરના અલગ અલગ બે સ્થળોએથી ચાઈના દોરીનું વેચાણ કરતાં 8 ઇસમો અને એક મહિલાને પકડી લીધી હતી. જેઓની પાસેથી કુલ 253 નંગ પ્રતિબંધિત ચાઈના દોરીના રિલ પકડી લેવામાં આવ્યા હતા. આશરે રૂ 62,500 કિંમતના મુદ્દામાલને પોલીસે જપ્ત કરી કુલ 7 ફરિયાદ નોંધી છે. ત્યારે ભાસ્કર દ્વારા પણ લોકોને ચાઈના દોરી ન વાપરવા અપીલ કરી છે.
તંત્રને લોકોના સળગતા સવાલ
ચાઈનીઝ દોરી સાથે પકડાયેલ લોકો વિરુદ્ધ કડક કાયદો ક્યારે આવશે, ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેમ વેચાય છે, ઉતરાયણ માટે ચાઈના દોરીનું ઉત્પાદન કરતાં મોટા માથા સામે ક્યારે પગલાં, ચાઈના દોરીનું વપરાશ કરતાં સામે ક્યારે કાર્યવાહી, રાજ્યમાં ક્યાંથી આવે છે ચાઈનીઝ દોરી, કેમ પોલીસ ચાઈનીઝ દોરી બાબતે કડક પગલા નથી ભરતી , ચાઈનીઝ દોરીના વેપારીઓને માત્ર પૈસા વ્હાલા છે લોકોના જીવ નહીં ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.