અમદાવાદ ખાતે 15મે 2022ના રોજ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં 75 જીનિયસ ઇન્ડિયાનમાં પાંચ ગુજરાતીઓની પસંદગી કરી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયા હતા જેમાં જાણીતા લેખક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ , સંગીતકાર પંડિત આર બી નાયર ,સામાજિક કાર્યકર ઉમેશભાઈ મેહતા , મહિલા કાર્યકર મંજુલાબેન દેત્રોજા અને સાણંદના વાતની શામજીભાઈ પટેલને પોતાના યોગદાન બદલ જીનિયસ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
બહુમુખી પ્રતિભા ધરાવતા સાણંદના શામજીભાઈ પટેલ પાટીદાર અગ્રણી હોવાની સાથે સાથે નિવૃત સંયુક્ત સચિવ છે , તેઓ પાટીદાર સંદેશ નામના માસિકના તંત્રી છે , સાણંદ તાલુકા ડેવલોપમેન્ટ કાઉન્સિલના મહામંત્રી છે . તેઓને પાટીદાર સંદેશ મુખપત્રને એક પણ અંકના બ્રેક વિના સતત 40 વર્ષ સુધી ચલાવવા માટે ગતવર્ષે 10 માર્ચે વર્લ્ડ રેકોર્ડ્ઝ ઓફ ઇન્ડિયા દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
તંત્રી તરીકેના તેઓના યોગદાનને ધ્યાને લઇ જીનિયસ ફાઉન્ડેશન દ્વારા તેઓની પસંજગી 75 જીનિયસ ઇન્ડિયનમાં કરી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. શામજીભાઈએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપતા સમગ્ર પરિવારનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.