તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:શાહ 40 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે સાણંદ આવશે

સેટેલાઈટ સીટી તરીકે જાણીતા સાણંદ શહેરમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 40 કરોડના વિકાસના કોમાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનની પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સાણંદ શહેરમાં આવેલ એપીએમસી ખાતે આવતીકાલે રવિવારે સાંજે 4 કલાકે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાણંદ અને બાવળા તાલુકાના અંદાજે 40 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેને લઈને છેલ્લા ૨ દિવસથી સાણંદ એપીએમસી ખાતે ૨૫ હજાર સ્કે.કૂટમાં ડ્રોમ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને તંત્રમાં મીટીંગો પણ મળવા લાગી છે. ભાજપ પક્ષ દ્વારા સાણંદમાં અમિત શાહના આગમનની પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાથે કાર્યક્રમ સ્થળે સુરક્ષાને લઈને પોલીસ વિભાગે પણ લોખંડી બંદોબસ્તની તૈયારીઓ આરંભી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...