તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:જીવણપુરાથી નવાપુરાના રોડ પર ગટરનાં પાણી ઉભરાયાં

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં
  • ગામના લોકો દ્વારા સાણંદ TDOને લેખિતમાં રજૂઆત કરી અધૂરું કામ પૂર્ણ કરવા માંગ કરી

સાણંદના જીવણપુરા ગામે વિકાસના કામો ગોકળગાય થઇ રહ્યા હોવાને લઈને ગ્રામ્યજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણા સમયથી જીવણપુરાથી નવાપુરા ગામે જવાના રોડ ઉપર ગટર લાઈનનું અધૂરું કામ પૂરું ન થતા ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઈને ગામના રહીશે સાણંદ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે.

સાણંદ તાલુકાના જીવણપુરા ગામે રહેતા દિનેશભાઈ સોમાભાઈ ઠાકોરે સાણંદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી કે જીવણપુરાથી નવાપુરા ગામ તરફ જતા જાહેર રસ્તામાં 10 વર્ષથી જીવણપુરા ગામનું ગંદકીનું પાણી છોડી મુકવામાં આવે છે. રસ્તામાં ચારે બાજુ ગંદા પાણીથી તરબોળે છે.

આજ દિન સુધી કોઈ ગટરનું કામ ન થતા જીવણપુરાથી નવાપુરા ગામ તરફ જતા ગામના લોકો, ખેડૂતો, વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. તાત્કાલિક ગટર લાઈનનું અધૂરું કામ પૂરું કરવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણી જગ્યાએ રોડ તેમજ ગટરના કામો તંત્ર દ્વારા અધૂરા મુકી દેવામાં આવે છે. જેને લીધે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...