આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિકાસ દિવસ નિમિત્તે સોલા સિવીલ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હિમ્મતનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં નિહાળવામાં આવ્યુ હતુ. વિકાસ દિવસે કોરોના વોરિયર્સ સાણંદ તાલુકાના ડો.સંધ્યાબેન રાઠોડ ટી.એચ.ઓ.સાણંદ, બીપીન પટેલ તાલુકા આઈ.ઈ.સી.ઓફિસર ડો. પુનમબેન ગાંભવા આયુષ એમ.ઓ. વિગેરે મળીને કુલ ૧૧ કોરોના વોરીયર્સનું સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યુ હતુ.
સાણંદ તાલુકાના કાણેટી, અણીયારી, રામપુરા, અમનગર વિગેરે મળીને ૧૨ ગામોમાં ૧૦૦ ટકા કોવિડ રસીકરણ થયેલા તેતમામ સરપંચોશ્રીઓને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ, દશક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, સોલા મેડિકલ કોલેજના ડીન ડો.નિતિન વોરા, આરએસી પરીમલ પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેશ પરમાર, સોલા સિવીલ હોસ્પિટલના સીડીએમઓ ડો.પીના સોની સહિત આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.