હડતાલ:સનાથલ ટોલ બુથના કર્મીઓને ૩ માસથી પગાર ન થતાં હડતાલ પર

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારથી જ ટોલ પર કર્મીઓએ કામ કરવાનું બંધ કરી દેતાં, ટોલ બૂથમાંથી ટોલ લેવામાં આવી રહ્યો નથી

સાણંદના સનાથલ ટોલ બૂથના કર્મચારીઓ પગાર સહિતની અન્ય માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાથી ટોલબૂથમાંથી જતાં વાહનો પાસેથી ટોલ પણ લેવામાં આવી રહ્યો નથી. 3 મહિનાથી બાકી પગાર, બોનસ, સીએલ અને પીએલ સહિતની માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ ચાલુ રાખશે.

સનાથલ ટોલ બૂથના કર્મીઓના જણાવ્યા મુજબ ટોલ કલેક્ટિંગ, સિક્યુરિટી સહિત અલગ અલગ જવાબદારી પર કામ કરતાં 36 જેટલા કર્મચારીઓને કંપની દ્વારા 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. જેને લઈને કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે.

સવારથી જ ટોલ બૂથ પર કર્મચારીઓ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેથી ટોલ બૂથમાંથી ટોલ લેવામાં પણ નથી આવી રહ્યો. કર્મચારીઓએ માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ પર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે પહેલા અમે સદ્ભાવ એંજીન્યરિંગના કર્મીઓ હતા બાદમાં અમને કોન્ટ્રાકટ પર લઇ લીધા જેથી અમને કોઈ લાભો મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...