તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસથી વંચિત:સાણંદનું પશુ દવાખાનું જર્જરિત બન્યું, તાલુકાનાં 68 જેટલાં ગામોના લોકો પોતાનાં પશુઓને લઇને દવાખાને આવતા હોય છે: કાર, પણ ડ્રાઇવર નહીં

સાણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાણંદ વિકાસના પંથે દોડી રહ્યું છે પરંતુ શહેરમાં આવેલ વર્ષો જુનું પશુ દવાખાનું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલત અને પાયાની સુવિધાઓને લઈને નવીકરણ કરવા લોક માંગ ઉઠવા પામી છે. સાણંદ શહેરમાં હાઈવે પર આવેલ કોર્ટની બાજુમાં આવેલ પશુ દવાખાનું આશરે ઈ.સ 1954 થી કાર્યરત છે. આ પશુ દવાખાનું અમદાવાદ જીલ્લા પંચાયત દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સાણંદ તાલુકાના 68 જેટલા ગામડાઓમાં મોટાભાગના લોકોનો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ પશુ દવાખાનામાં સરેરાશ દરરોજના 10 વધારે કેસો આવતા હોય છે.

છેલ્લા ઘણા વર્ષોથી સાણંદ પશુ દવાખાનું જર્જરિત હાલતમાં છે. દવાખાનાના નળીયા પણ તૂટી પડ્યા છે. વળી તેમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. ચોમાસાની સિઝનમાં 1-1 મહિના સુધી પાણી કંપાઉન્ડમાં ભરાઈ જવા પામે છે. જેને લઈને પશુપાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિનપ્રતિદિન વિકસિત થતા સાણંદ શહેરમાં પશુ દવાખાનું આધુનિક રીતે તૈયાર કરવા અને વધારે ડોક્ટર અને સ્ટાફની નિમણૂંક કરવા લોક માંગ ઉઠવા પામી છે.

આ પશુ દવાખાનામાં સરકાર દ્વારા એમ્બ્યુલન્સની આપવામાં આવી છે પણ ડ્રાઈવરની ફારવણી કરી જ નથી. કદાચ તંત્ર નિમણૂંક કરવાનું ભૂલી ગયું હશે, અંતરયાળ વિસ્તારમાં પશુની સારવાર માટે ડોક્ટરને વિઝીટમાં જવા માટે ફળવાયેલ ગાડી ડ્રાઈવર વિના ધૂળ ખાય છે. ત્યારે સાણંદ પશુ દવાખાનાઓ વિકાસ કયારે થશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...