તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરિયાવરમાં કંઇ લાવી ન હોવાનું કહી મેહણા મારતાં સાણંદની શિક્ષિકાએ ફાંસો ખાઇ લીધો

સાણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિયરમાં ગેયલી યુવતીએ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની વાત પિતાને જણાવી હતી
  • સાણંદમાં શિક્ષિકાને આત્મહત્યા કરવા મજબૂર કરનારા સાસરિયાની પોલીસે ધરપકડ કરી

સાણંદ બાયપાસ ખાતે ઓર્ચિડ હોમ ખાતે ભાડાના ફ્લેટમાં રહેતા દંપતીમાં એન્જીનીયર પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબધ કારણે પરિણીત શિક્ષિકાને ફ્લેટ લેવા પૈસાની માંગ કરી મારઝૂડ કરતા અને પરિણીતાથી સહન ન થતા ગત તા 2 જુનના રોજ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતક પરિણીત શિક્ષિકાના પિતાએ સાસરિયા વિરુદ્ધમાં સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પતિ સહિત ત્રણ સાસરીયાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

સમગ્ર વિગતો એવી છે કે સાણંદ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અવનીબેનના લગ્ન બે વર્ષ પહેલા રાજકોટ ખાતે ગોકુલધામ સોસાયટીમાં રહેતા રવિરાજ જિતેન્દ્રભાઈ દેવમુરારી સાથે થયા હતા અને રવિરાજ સિવિલ એન્જીનીયર તરીકે અમદાવાદમાં નોકરી કરેતો હોવાથી સાણંદ શહેરના બાયપાસ હાઈવે પાસે આવેલ ઓર્ચિડ હોમ ખાતે ભાડાના ફ્લેટમાં રહેતા હતા.

ગત 2 જુન ના રોજ અવનીબેનના પિતા નરેન્દ્રભાઈ ઉર્ફે દિનેશભાઈ અગ્રાવત(રહે.મોરબી)ને અવનીબેનના સસરા જીતેન્દ્રભાઈ દેવમુરારીએ ફોન કરી જણાવ્યું હતું કે તમારી દીકરી અવનીની તબિયત ખરાબ છે અને તેને સાણંદ દવાખાને દાખલ કરી છે. અને અવનીબેનના સસરાના મોટાભાઈએ જણાવ્યું હતું કે અવનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધે છે. તેમ વાત કરતા અવનીનો પરિવાર સાણંદ સરકારી દવાખાને આવી પહોચ્યા હતા.

વીસેક દિવસ પહેલા અવની તેના પિતાના ઘરે આવેલી અને દસ દિવસ રોકાઈ હતી. તે વેખતે અવનીબેનએ જણાવ્યું હતું કે મારા પતિ રવિરાજને લગ્ન અગાઉથી જ એક સ્ત્રી સાથે પ્રેમસંબધ છે અને મને ખુબજ હેરાન કરે છે. તેમના પગારનો કોઈ હિસાબ મને આપતા નથી અને મારી પાસે અવારનવાર પૈસા માંગે છે અને મારું એટીએમ બળજબરીથી લઇ લે છે અને પૈસા કાઢી લે છે અને મારા સાસુ સસરા ઘરે આવી મને કહે છે કે તારા મમ્મી પપ્પાએ કરિયાવરમાં કાંઈ આપ્યું નથી અને પતી રવિરાજ અવારનવાર મહેણાંટોણાં મારી મારઝૂડ કરે છે હવે ત્રાસ સહન થતો નથી તેવી વાત કરી હતી.

જેથી અવનીબેનના પિતાએ તેઓને સમજાવી અને સાસરીમાંથી પતી રવિરાજ તેડવા આવતા તેને ઠપકો આપી અવનીબેનને મોકલી આપી હતી. સમગ્ર ઘટનાને લઈને અવનીબેનના પિતા નરેન્દ્રભાઈ ઉર્ફે દિનેશભાઈ અગ્રાવતએ 7 જુનના રોજ સાણંદ પોલીસમાં રવિરાજ જીતેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ, અલ્કાબેન જીતેન્દ્રભાઈ (તમામ દેવમુરારી)ના વિરૂદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દહેજ ભુખ્યા સાસરિયાના કારણે શિક્ષિકા એવી યુવતીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...