તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સફાળું જાગ્યું:કેન્દ્રીયમંત્રી શાહના આગમન પૂર્વે સાણંદનું તંત્ર ભૂલો સુધારવા મેદાને

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌરવ પથનાં દબાણ દૂર કરાયાં, ખાડા પુરાયા : વર્ષોથી લોકોને નડતી સમસ્યા સુધારવા તંત્ર સફાળું જાગ્યું

સાણંદથી ઘોડાગાડી સુધીનો ગૌરવપથ પર એવા બજાર રોડ ઉપર લારીઓ, વાહનનો આડેધડ પાર્ક કરેલ વાહનોના, દુકાનો આગળ કરેલ દબાણોના કારણે દરરોજ આ રોડ ટ્રાફિકથી ભરચક હોય છે. પરંતુ આ રોડ ઉપરથી કેન્દ્રીયમંત્રીનો કાફલો નીકળવાનો હોવાને લઈને તંત્રએ તાત્કાલિક રોડ ઉપરથી લારીઓ, પાર્ક કરેલ વાહનો દુર કર્યા હતા. જેને પગલે રોડ બંને સાઈડથી ખુલ્લો થતા શહેરીજનોને એક દિવસ પૂરથી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી હતી. પણ જ્યારે વીઆઈપીની અવરજવર હોય ત્યારે જ માત્ર તંત્ર જાગતું હોય છે. જો દરરોજ આ પ્રકારે રોડ ખુલ્લો રાખવામાં આવે તો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

સાણંદના નિધરાડ ગામે કેન્દ્રીયમંત્રી અમિત શાહના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થતા સાણંદનું માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું હતું. સાણંદમાં જે રોડ ઉપર કેન્દ્રીયમંત્રીનો કાફલો પસાર થવાનો છે, તે રોડ ઉપર એટલે કે સાણંદ થી મુનિ આશ્રમ રોડ ઉપર શનિવારે સવારથી સાણંદ માર્ગ અને મકાન વિભાગે ખાડાઓ શોધી શોધીને તેનું સમારકામ કર્યું હતું . પરંતુ હકીકતમાં સાણંદ તાલુકાના અનેક રોડ બિસ્માર હાલતમાં છે. ત્યાં માર્ગ અને મકાન વિભાગ ક્યારે નવીનીકરણ કે સમારકામ કરશે તે વિષય લોકોનો ચર્ચાનો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...