તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમધક્કા:સાણંદની જૂની મામ. કચેરીમાં આધારકાર્ડની કામગીરી ક્યારે થશે?

સાણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં આધારકાર્ડની કામગીરી બંધ રહેતાં અરજદારોના સરકારી કામો અટકી પડતા ધરમધક્કા

કોરોનાની બીજી લહેરમાં કેસ ઓછા થતા તમામ સરકારી કચરી શરુ થઇ છે ત્યારે સાણંદની જૂની મામલતદાર કચેરીમાં હજી આધારકાર્ડની કામગીરી શરુ જ નહીં થતા અનેક લોકોને મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે અને અરજદારો પરેશાન થઇ ઉઠયા છે. ત્યારે આ આધાર કાર્ડની બંધ કામગીરી સાણંદ મામલતદાર કચેરીના અધિકારોને ધ્યાને ક્યારે આવશે તેવો પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે.

ઘણા દિવસોથી કોરોનાને લઈને સાણંદ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં જન સેવા કેન્દ્ર બંધ હતું, જો કે ફરી તમામ સરકારી કચેરી 100 ટકા સ્ટાફથી કાર્યરત થઇ છે પરંતુ સાણંદ જૂની મામલતદાર કચેરીમાં ચાલતી આધારકાર્ડની કામગીરી ચાલુ નહીં કરતા અનેક અજદારોને મુશ્કેલી પડતા સરકારી કામો ખોરભે ચડયા હતા.. સાણંદ તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી આવતા અરજદારોની આધારકાર્ડની કામગીરી ન થતા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

વળી આ કચેરી બહાર લોક મારી દેવામાં આવ્યું છે અને કોઈ કામગીરી ક્યારે ચાલુ થશે તેની સૂચનાઓ નહીં મુકતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના એડમિશન, આવકના દાખલા, રેશનકાર્ડ સહીતની કામગીરીમાં આધારકાર્ડની અત્યંત જરૂરી હોવાને કારણે અરજદારોને અનેક મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે.ત્યારે તાકીદે આ કચેરીમાં બંધ આધારકાર્ડની કામગીરી શરુ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...