આવેદન:સાણંદનો ગૌરવપથનું નવીનીકરણનું કામ ગોકળગતિએ : દોઢ મહિનાથી લોકોને હાલાકી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના નેતાએ લોકોની મુશ્કેલી દૂર કરવા પાલિકામાં આવેદન આપ્યું

સાણંદ બસ સ્ટેશન થી ઘોડાગાડી સુધીનો ગૌરવપથ માર્ગનું ખાત મુહર્ત કર્યાના દોઢ મહિના વીતવા છતાં આ રોડનું કામ પૂર્ણ નહીં થતા શહેરીજનોને હાલાકી પડતા આ અંગે કોંગ્રેસના નેતાએ પાલિકાને આવેદન પાઠવ્યું હતું. છેલ્લા દોઢ માસથી સાણંદ શહેરના ગૌરવપથ રોડનું હાલ ગોકળગતિએ ચાલી રહેલું કામને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે વળી રોડ નું નવીની કરણ ચાલુ છે ત્યારે આ રોડ ઉપર મોટા વાહનોનું અવર જવર પણ બંધ કરેલ નથી જેથી બજારમાં જતાં ગ્રાહકો અને શહેરી જનોને અનેક સમસ્યા પડી રહી છે.

વળી આ રોડ ઉપર વરસાદ પડતા ખોદેલ ખાડામાં પાણી ભરાઈ જતાં વેપારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે.અને દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.આ અંગે સાણંદના કોંગ્રેસના નેતા ગૌતમભાઈ રાવલએ ઝડપથી આ કામ પૂર્ણ કરવા અને લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા પાલિકાને આવેદનપત્ર આપ્યું હતું.

અંત્રે નોંધપાત્ર છે કે રોડ છેલ્લા દોઢ માસથી આ રોડ ગોકળગતિએ બની રહ્યો છે વળી માત્ર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે જૉ ચોમાસા પહેલા તકેદારી રાખી આ રોડ ઝડપથી પૂરો કરી શકાયો હોત. ગૌરવપથ પર કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. નવીનીકરણ માટે ખોદેલા ખાડામાં વરસાદી પાણી ભરાઇ ગયું હોવાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...