રમતવીરો માટે પ્રોત્સાહન:47 ક્રિકેટ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારો સાણંદનો ક્રિકેટર

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદનો પલક પટેલ કે જેણે ધોરણ 10થી જ ક્રિકેટ રમવાનું શરુ કર્યું અને આજે તેને અમદાવાદમાં મિડલ ઓર્ડર બેટ્સમેન અને લેફ્ટ આર્મ બોલર તરીકે ઓલરાઉન્ડર તરીકે સ્થાન જમાવ્યું છે. સાણંદના ભટ્ટવાસમાં રહેતો પલક પટેલ કે જેને નાની ઉમરથી જ ક્રિકેટનો ખુબજ શોખ પરિણામે તેણે ધોરણ 10થી જ અમદવાદમાં યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનું શરુ કર્યું .બાદમાં યુનિવર્સલ ક્રિકેટ એકેડમી તેમજ આર એચ પટેલ ક્રિકેટ એકેડમી મણિપુર તરફથી રમવાનું શરુ કર્યું પછી પાછું વાળીને જોયું નથી.

પલકે અમદવાદમાં વિવિધ ગ્રાઉન્ડમાં યોજાતી મેચોમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને અમદાવાદમાં મિડલ ઓર્ડર બેટ્સમેન અને લેફ્ટ આર્મ બોલર તરીકે ખાસ્સી નામના મેળવી છે અને ઘણી વખત ઓલરાઉન્ડ દેખાવ કરીને મેન ઓફ ઘી મેચ પણ બન્યો છે. પલક પટેલે અત્યાર સુધીમાં કુલ 47 મેચમાં 633 રન બનાવ્યા છે અને 72 વિકેટ્સ લીધી છે. ત્યારે હાલ સામાન્ય પરિવારનો આ યુવક પ્રાદેશિક કક્ષાની મેચો માટે ક્વોલિફાય થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે .અને સાણંદના અન્ય રમતવીરો માટે પણ પ્રોત્સાહન પૂરું પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...