તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સાણંદ તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની 6 બેઠકો ઉપર 900 કર્મચારી મેદાને

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વિવિધ વિસ્તારમાં રાજકીય પક્ષના 328 હોર્ડિંગ્સ તંત્રે દૂર કર્યાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે સાણંદ તાલુકા પંચાયતની 24 અને જીલ્લા પંચાયતની 6 બેઠકો ઉપર આગામી દિવસોમાં યોજાનાર મતદાનને લઈને વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આચારસંહિતા લાગુ થતાની સાથે જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળોએ લગાવેલ રાજકીય પક્ષોના હોડીંગ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ તો અમદાવાદ જીલ્લામાં રાજકારણ ગરમાગરમ છે.

ત્યારે આગામી દિવસોમાં ભાજપ અને કોગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રંગ દેખાડવા મેદાને ઉતર્યા છે. ત્યારે તંત્રએ પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ કરી નાખી છે. 23 જાન્યુઆરીથી આચારસંહિતા લાગુ થયાની સાથે સાણંદ તાલુકા પંચાયતની આગામી 24 બેઠકો તેમજ જીલ્લા પંચાયતની 6 બેઠકો ઉપર યોજાનાર ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના 328 હોડીંગ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા છે. ચૂંટણીની તૈયારીને લઈને 900 કર્મચારીઓનો સ્ટાફ દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે.

દરેક બુથો ઉપર 5 કર્મચારીઓની ટીમ સહિત ઝોનલ ઓફિસર સહીત પોલીસના અધિકારીઓ તહેનાત રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીને લઈને ખાસ સાણંદ પ્રાંત અધિકારી જે.જે પટેલ સાથે મુલાકાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સાણંદ જે.ડી.જી હાઇસ્કુલ ખાતે સ્ટોરરૂમ ખાતે શુક્રવારે 400 ઈવીએમ મશીન રાજકીય પક્ષોની હાજરીમાં ઉતારવામાં આવ્યા છે. ઈવીએમ મશીનોની સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. તંત્ર દ્વાર પક્ષો દ્વારા થતી તમામ કામગીરી પર ચાંપતી નજર રખાઇ રહી છે.

પોલીસમાં 148 હથિયાર જમા થયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 23 જાન્યુઆરીથી આચારસંહિતા લાગુ થઇ છે. સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચના આદેશ અનુસાર લાઈસન્સધારી હથિયાર ધરાવતા 148 વ્યકિતઓએ પોતાના હથિયાર સાણંદ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો