ઉપવાસ પહેલાં અટક:સાણંદ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યો કામ મંજૂર ન થતાં ઉપવાસ પર બેઠા : પોલીસે ઉઠાડ્યા

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઉપવાસ પર બેસેલા કોંગ્રેસના સદસ્યોને હાથ પકડીને ઊભા કરી દીધા હતા. બાદમાં પ્લેકાર્ડ સહિતની વસ્તુઓ દૂર કરી હતી. - Divya Bhaskar
પોલીસે ઉપવાસ પર બેસેલા કોંગ્રેસના સદસ્યોને હાથ પકડીને ઊભા કરી દીધા હતા. બાદમાં પ્લેકાર્ડ સહિતની વસ્તુઓ દૂર કરી હતી.
  • સાણંદ તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં વિરોધનાં બેનર, પ્લે કાર્ડ પોલીસે હટાવી નાખ્યા, અટકાયત બાદ પોલીસે છોડી મુક્યા
  • વિકાસનાં​​​​​​​ કામોને મંજૂરી અને માંગેલી વિગતો ન આપી હોવાનો આક્ષેપ

ભાજપ શાસિત સાણંદ તાલુકા પંચાયતમાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ તેઓના વિસ્તારના વિકાસના કામોને મંજૂરીઓ અને માંગેલી માહિતીઓ ન આપવામાં આવતી હોવાની રજૂઆત સાથે સાણંદ તાલુકા પંચાયતના કંપાઉન્ડ ખાતે ઉપવાસ ઉપર બેઠા હતા. પરંતુ પોલીસે કોંગ્રેસના 9 સદસ્યો સહિત સાણંદ તાલુકા કોંગ્રેસના પ્રમુખની અટકાયત કરી હતી.સાણંદ તાલુકા પંચાયતના કોંગ્રેસના 9 સદસ્યોએ તેઓના વિસ્તારના વિકાસના કામો માટે જરૂરી ગ્રાન્ટ અને તાલુકા પંચાયતમાં માંગેલી માહિતી ન આપવામાં આવતી હોવાના આક્ષેપો સાથે કાળુભાઇ સવજીભાઈ કોળી (તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા), તાલુકા પંચાયતના સદસ્ય કિસ્મતભાઈ ગોહેલ સહિત કોંગી સદસ્યો તેમજ સાણંદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ પટેલ મંગળવારે સવારે 10:30 કલાકે સાણંદ તાલુકા પંચાયતના પાર્કિંગના કંપાઉન્ડમાં જ બેનરો લગાવી અને હાથમાં પ્લે કાર્ડ લઈને ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું.

બીજી તરફ કોંગ્રેસના સદસ્યોનું ઉપવાસ આંદોલનને તંત્ર કે પોલીસની મંજૂરી ન હોવાના કારણે અગાઉથી પંચાયત ખાતે હાજર પોલીસે ઉપવાસ ઉપર બેઠેલા તમામ કોંગ્રેસના સદસ્યોની અટકાયત કરતાં સદસ્યોએ સુત્રોચાર કરી વિરોધ નોધાવ્યો હતો. અટકાયત બાદ તમામ સાણંદ તાલુકા પંચાયતના કોંગ્રેસના કાર્યકરોને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેને લઈને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા. જો કે થોડાક સમયમાં પોલીસે અટકાયત કરેલા તમામ કોંગ્રેસના સદસ્યોને મુક્ત કર્યા હતા.

આ બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 15 માં નાણાપંચ અનુસંધાને સાણંદ તાલુકા પંચાયત વિસ્તારની એક પણ એવી બેઠક બાકી નથી જેમાં મિનિમમ 25 લાખની ગ્રાન્ટ ન ફળવાઈ હોય જેથી કોંગ્રેસના સદસ્યના તમામ આક્ષેપો પાયાવિહોણા છે આધાર વગરના છે. વિકાસના કામો ન થયા હોવાના કોંગ્રેસના સભ્યોના આક્ષેપ પાયા વગરના છે.

અન્ય સમાચારો પણ છે...