તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખેતરમાં કૂવા પરની મોટર ચોરીમાં 2 આરોપીને સાણંદ પોલીસે ઝડપ્યા

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
 • મોટર ચોરીમાં અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું

સાણંદ જીઆઇડીસી પોલીસે કુવા પર મુકેલી પાણી ખેંચવાની મોટરની ચોરી કરતા 1 આરોપીને ઝડપી લઇ તેની પાસેથી ચોરી થયેલી 2 મોટર કબજે લીધી હતી. સાણંદ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પાણીની મોટરોની થયેલી ચોરીના ગુનાના કામે ચોરાયેલ મુદામાલ તેમજ ચોર ઈસમોની તપાસમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ.મહેન્દ્રસિંહ જનકસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે સદર ગુનાના કામે ચોરી કરનાર એક ઈસમ ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે સાણંદ વિરમગામ હાઇવે ખેતિયા નાગદેવ મંદિરની સામે હાઇવેરોડ ઉપર ઉભેલ છે.

જે હકીકત આધારે સાણંદ વિરમગામ હાઇવેરોડ ખેતીયા નાગદેવ મંદિરની સામે જતા એક ઈસમ એક પાણીની સિંગલ ફેસની મોટર સાથે ઉભેલો જણાતા તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. ઈસમનું નામઠામ પૂછતા પોતાનુ નામ અકબરખાન વલીખાન પઠાણ (રહે.કલાણાગામ તા.સાણંદ) હોવાનું જણાવ્યું હતું. તેઓની પાસેની તેમજ તેઓએ સંતાડેલી બીજી મોટર એમ ચોરીમાં ગયેલી બંને મોટરોની કિ.રૂ.26000ની મળી આવતા જેઓની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ચોરી તેઓએ તેમજ વિરોચનનગર ગામના ભરતભાઇ માધુજી ઠાકોરે ચોરી કરી હોવાની કબુલાત કરતો હોઇ અટક કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો