સાણંદ પાલિકાના અલગ-અલગ વિસ્તારમાં આવતી ફરિયાદોનો સ્થળ ઉપર નિકાલ માટે વન વીક-વન વોર્ડના કાર્યક્રમનું આયોજન પાલિકાએ કર્યું છે. જેમાં પ્રાથમિક સુવિધાઓને લગતી લોક ફરિયાદોનો નિરીક્ષણ કરી નિકાલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
સાણંદ નગરપાલિકાએ અલગ અલગ વિસ્તારમાં પાયાની સુવિધાઓમાં લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ માટે ગત તા.2 જૂનના રોજ સાણંદ નગરપાલિકા દ્વારા વન વીક વન વોર્ડ અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત સાણંદ શહેરના વોર્ડ નં.૪ ના ગેપપરા, રાજશેરી સહીત વિસ્તારમાં પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ, વોર્ડના સદસ્ય, ચીફ ઓફીસર, સેનેટરી ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ નગરપાલિકાના કર્મચારી દ્વારા જાહેર રસ્તાની સફાઈ, કાંસની સફાઈ તથા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આગામી દિવસોમાં વોર્ડ 1 માં તા.9 જૂન થી 15 જૂન સુધી, વોર્ડ.2માં તા.16 થી 22 જૂન, વોર્ડ.3માં તા.23 થી 29 જૂન, વોર્ડ 5માં તા.30 જૂન થી 6 જુલાઈ, વોર્ડ 6માં તા.7 થી 13 જુલાઈ અને વોર્ડ 7માં તા.14 થી 20 જુલાઈએ પાલિકા વન વીક-વન વોર્ડ અભિયાન કાર્યક્રમ હાથ ધરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.