તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:સાણંદને 12 વર્ષ બાદ ભવ્ય બાગ મળ્યો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં ગાર્ડન તૈયાર થતાં શહેરીજનો સહિત બાળકોને રમવા માટેનું નવુ સ્થાન મળશે. - Divya Bhaskar
સાણંદમાં ગાર્ડન તૈયાર થતાં શહેરીજનો સહિત બાળકોને રમવા માટેનું નવુ સ્થાન મળશે.
  • ભાવનાથ મંદિર પાછળની ટીપી 5 પર ઔડા દ્વારા 25 લાખના ખર્ચે સૌપ્રથમ બગીચો તૈયાર કરાયો
  • સાણંદના ઔદ્યોગિક ક્ષેત્રનો કોરેટ ગતિએ વિકાસ થયો ત્યારે લાંબી રાહ જોયા બાદ પ્રથમ ઔડા ગાર્ડન મળતાં ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે

સેટેલાઈટ સીટી તરીકે ઓળખાતા સાણંદ શહેરનો ઔદ્યોગિક વિકાસ રોકેટગતિએ થયો છે પણ માળખાકીય સુવિધાઓ આપવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે. ત્યારે જેની 10-10 વર્ષોથી જોર શોરથી ચર્ચા થઇ રહી હતી એવો પ્રથમ ઔડા ગાર્ડન લગભગ તૈયાર થઇ ગયો છે અને ટૂંક સમયમાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવશે.

સાણંદમાં ટાટા નેનોના પગરણ થતાં જ 12 વર્ષ પહેલા સાણંદ રાતોરાત દેશ અને દુનિયાના નકશામાં ચમકી ગયુ હતું અને કેન્દ્ર સરકારે નેનો આવ્યા બાદ સાણંદને અમદાવાદના સેટેલાઇટ સીટી તરીકે વિકસાવવાનો નીર્ધાર કરીને 100 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાં અંડરગ્રાઉન્ડ ગટર યોજના, વિવિધ ટ્રાફિક સર્કલો, તળાવોના બ્યુટીફીકેશન, બાગ બગીચાઓ સહિતની સુવિધાઓ મળતાઆગામી સમયમાં સાણંદની સુરત બદલાઈ જશે એવા દિવાસ્વપ્ન શહેરીજનોએ જોયા હતા.

પરંતુ આ ગ્રાન્ટ ફાળવણીને 10-10 વર્ષ થયા હોવા છતાં સાણંદની સુરત બદલાઈ નથી, હા કેટલાક ટીપીનું ડેવેલોપમેન્ટને બાદ કરતા સાણંદમાં ગટરલાઇન યોજના પણ લટકી રહી છે તળાવો પણ જૈસેથેની દશામાં છે અને સાણંદના લોકોને જેની ઇંતેજારી હતી તેવો પ્રથમ ગાર્ડન હવે પૂર્ણતાના આરે છે ત્યારે ફરી એક વાર શહેરીજનોને આશા બંધાઈ છે કે શહેરની સુવિધાઓ વધશે.

ઔડા ગાર્ડન અંગે સાણંદ નગરપાલિકા દ્વારા મળતી માહિતી અનુસાર સાણંદ શહેરમાં આવેલા ભાવનાથ મંદિર પાછળ ટીપી 5 ઉપર ઔડા દ્વારા અંદાજે 25 લાખના ખર્ચે ગાર્ડન તૈયાર કરાયો છે.. જે ગાર્ડન 1425 સ્કે.મીટરમાં ફેલાયેલો છે . અંદાજે 350 જેટલા લોકોની ક્ષમતા ધરાવતા આ ગાર્ડનમાં સિક્યુરીટી કેબીન, બેસવા માટે બાંકડાઓ, લાઈટો વગેરેની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. ત્યારે બાકીની કામગીરી પૂર્ણ કરી આગામી દિવસોમાં તંત્ર દ્વારા સાણંદના શહેરીજનો માટે ખુલ્લો મુકાશે.

સમગ્ર ગાર્ડન ઔડા દ્વારા તૈયાર કરાયો છે અને સાણંદ નગરપાલિકા દ્વારા ગાર્ડનની નિભાવણી કરવામાં આવશે. જોકે, સાણંદ શહેર મેટ્રો સિટી અમદાવાદની નજીક આવ્યું છતાં હજું સાણંદમાં કેટલીક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે.જેથી આગામી સમયમાં તે સુવિધા પુરી પડાય તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...