તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાણંદ GIDC પોલીસનો ફરાર આરોપી ઝડપાયો

સાણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને સાણંદ તાલુકાના ઇયાવા ગામના પાટીયા પાસેથી પોલીસે ઝડપી લઇ કાયદાના સાણસામાં લીધો છે.

સમગ્ર વિગતો એવી છે કે પોલીસ અધિક્ષક.કે.ટી.કામરીયા સાણંદ વિભાગની સુચના અનુસાર સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.ડી.જે.વાઘેલાને સુચના કરી હતી. જે અનુસંધાને પો.ઈન્સ. ડી.જે.વાઘેલા તથા હે.કો.મહેન્દ્રસિંહ ભરતભાઇ, પી.સી.દિલાવસિંહ હમીરસિંહ, પી.સી.દિગવિજયસિંહ બળવંતસિંહ સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા.

તે દરમ્યાન હે.કો મહેન્દ્રસિંહ ભરતભાઇને બાતમી મળેલ કે છેલ્લા એક વર્ષથી સાણંદ જીઆઇડીસી પોલીસના પ્રોહીના ગુનામાં નાસતો ફરતો આરોપી ચંદુભા ઉર્ફે ખલી ઈશુભા ઝાલા (રહે,કટોસન ધનપુરા ગામ તા.જોટાણા જી.મહેસાણા)નો સાણંદ વિરમગામ હાઈવે ઉપર આવેલા ઇયાવા ગામના પાટીયા પાસે ઉભો છે. જે બાતમી હકીકત આધારે ઇયાવા પાટીયા ખાતે ઇસમને ઝડપી પાડી આરોપી ચંદુભા ઉર્ફે ખલી ઈશુભા ઝાલાના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો