કાર્યવાહી:સાણંદ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી, કોંગ્રેસના આંદોલનમાં ભાગ લેવા જઈ રહેલા

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ખેડૂત વિરોધી નીતિ સામે કોંગ્રેસ દ્વારા જન આંદોલન છેડાયું છે જેના ભાગ રૂપે સોમવારે કોંગ્રેસની ગાંધીનગર ખાતે યોજાનાર રેલીમાં ભાગ લેવા જઈ રહેલ સાણંદ વિસ્તારના કોંગ્રેસ કાર્યકરોની સાણંદ પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા ગાંધીનગર મુકામે કિશાન વિરોધી કાયદા ના વિરોધ માં રેલી નું આયોજન કરેલ આ રેલી માં ભાગ લેવા જઈ રહેલ સાણંદ ના અગ્રણીઓ સાણંદ શહેર પ્રમુખ અરવિંદસિંહ ઝાલા પ્રદેશ પૂર્વ મંત્રી ગૌતમભાઈ રાવલ, કાંતીભાઇ પ્રજાપતિ સાણંદ વિપક્ષ નેતા ધર્મેશ વાઘેલા’ હોદ્દેદારો જિતેન્દ્રસિંહ, કેતન વૈધ તથા અન્ય કાર્યકરોની અટકાયત સાણંદ પોલીસે કરી હતી .કોંગી અગ્રણીઓએ જણાવ્યું હતું કે સરકારે જોહુકમી ચલાવી કાર્યક્રમમા જતા અટકાવી કાર્યક્રમને પોલીસ નાં બળ થી નિષ્ફળ બનાવવા નો પ્રયત્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...