રાજકીય ગરમાવાનો માહોલ:સાણંદ APMCની આજે ચૂંટણી 21 ઉમેદવારનું ભાવિ સીલ થશે

સાણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 ખેડૂત ઉમેદવાર વચ્ચે રસાકસીનો જંગ જામશે, કુલ 16 બેઠકમાંથી 6 બેઠક વિકાસ પેનલને ફાળે ગઇ છે

દિવાળી પછી જેના કારણે સાણંદમાં રાજકીય ગરમાવાનો માહોલ વ્યાપ્યો છે એવી સાણંદ એપીએમસીની ચુંટણી આજે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે યોજાવાની છે ત્યારે 21 ખેડૂત ઉમેદવારનું ભાવિ મતદાન પેટીઓમાં સીલ થશે.સાણંદ એપીએમસી ખાતે સવારે 9થી સાંજે 5 કલાકે યોજાનાર આ પ્રતિષ્ઠાના જંગ સમી ચુંટણીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલ જે પ્રદીપસિંહ વાઘેલા , ધારાસભ્ય કનુભાઈ પટેલ , અમરસંગ ચૌહાણ (સનાથલ ) તેમજ ખેંગારભાઈ સોલંકી , દિલીપસિંહ બારડ તથા ટેકેદારોની પેનલ છે.

જયારે બીજી તરફ પરિવર્તન પેનલ કે જે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલા , કોંગી અગ્રણી અમરસિંહ સોલંકી , તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ પટેલ અને ખેડૂત આગેવાન મહાદેવભાઈ પટેલ અને તેમના ટેકેદારોની પેનલ છે.ત્યારે કુલ 16 બેઠકોમાંથી ચાર વેપારી અને બે સહકાર એમ છ બેઠકો વિકાસ પેનલને ફાળે બિનહરીફ ગઈ છે .અને ખેડૂત વિભાગની 10 બેઠક સામે કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપા પ્રેરિત વિકાસ પેનલના 10 , પરિવર્તન પેનલના 10 અને એક અપક્ષ ઉમેદવારો ઉમેદવારનું ભાવિ આજે મતદાન પેટીઓમાં સીલ થશે.

અન્ય સમાચારો પણ છે...