ચૂંટણી પરિણામ:સાણંદ APMCનો ફરી વિકાસ થશે, પરિવર્તન પેનલના ઉમેદવારોને 252થી વધુ મત ન મળ્યા, 75 ટકા મત વિકાસ પેનલને ફાળે જતાં જ્વલંત વિજય મળ્યો

સાણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
એપીએમસીના વિજયી ઉમેદવારો. - Divya Bhaskar
એપીએમસીના વિજયી ઉમેદવારો.
 • છેલ્લાં 15 વર્ષથી એપીએમસીમાં કેસરિયો લહેરાઇ રહ્યો છે, પરિવર્તન પેનલનો સફાયો

સાણંદ એપીએમસીની ચૂંટણીમાં એક માસ સુધી રસાકસી અને રાજકીય ખેચાખેંચીના માહોલ બાદ છેવટે પરિણામો જાહેર થતાજ ભાજપના વિકાસના વાવાઝોડા સામે ફરી એક વખત પરિવર્તનનો પવન પડી જવા પામ્યો હતો .

સાણંદ એપીએમસીની 10 ખેડૂત બેઠકો માટેના 21 ઉમેદવારોની ચુંટણી મંગળવારે યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત અમરસંગ ચૌહાણની વિકાસ પેનલના જેમાં અગ્રણીઓ પ્રદીપસિંહ વાઘેલા, કનુભાઈ ધારાસભ્ય, ખેંગારભાઈ સોલંકી, દિલીપસિંહ બારડ તેમજ ટેકેદારો હતા. તેમના 10 અને બીજી તરફ પરિવર્તન પેનલના 10 અને 1 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે .આ ચુંટણીમાં કુલ 1147 મતોમાંથી 1118 મત પડતા 97.47 % જેટલું મતદાન થયું હતું. બુધવારે સવારે એપીએમસી સંકુલ ખાતે યોજાયેલી મત ગણતરીમાં સવારથી જ ભાજપની વિકાસ પેનલના તમામ ઉમેદવારો આગળ હતા અને બપોરે બે સુધી તો ભાજપની આખી પેનલ વિજયી જાહેર થઇ ગઈ હતી. જેમાં સૌથી વધારે 849 મતો વિકાસ પેનલના એપીએમસીના તત્કાલીન ચેરમેન ખેંગારભાઈ સોલંકીએ મેળવ્યા હતા. જયારે સૌથી ઓછા 136 મત ,પરિવર્તન પેનલના ઉમેદવાર રાઠોડ ગન્ગેશ્વરભાઈ હરજીભાઈ એ મેળવ્યા હતા .વિકાસ પેનલના ઉમેદવારો 643થી 849 મતો વચ્ચે રહ્યા હતા જયારે પરિવર્તન પેનલના કોઈ ઉમેદવાર 252 મતોથી આગળ વધી શક્યા ન હતા. જયારે એક અપક્ષ ઉમેદવાર મનજીભાઈ વાઘેલાને 259 મતો મળ્યા હતા આમ કુલ 1118 મતો માંથી સરેરાશ 75 % મતો વિકાસ પેનલને ફાળે જતા સમગ્ર પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા ધામધૂમથી વિજય સરઘસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી . આમ છેલ્લા 15 વર્ષથી એપીએમસીમાં લહેરાતો કેસરિયો અકબંધ રહ્યો હતો .

પરિવર્તનના ઉમેદવારે મેળવેલા મતો
પટેલ રમેશભાઈ બાલાભાઈ 252, સોલંકી અમરસિંહ રામુભાઈ 246, ચૌહાણ મહેન્દ્રસિંહ ભરતભાઈ 245, કો.પટેલ મહાદેવભાઈ કરશનભાઈ 238, વાઘેલા પંકજસિંહ સાબુભા 221, પટેલ બળદેવભાઈ સગરામભાઈ 206, કો.પટેલ નટવરભાઈ તભુભાઈ 203, મકવાણા સંજયસિંહ 200, સોલંકી અજીતસિંહ 169, રાઠોડ ગન્ગેશ્વારભાઈ હરજીભાઈ 136 જ્યારે અપક્ષ મનજીભાઈ વાઘેલાને 259 મત મેળવ્યા હતા.

APMCમાં વિકાસ પેનલના ઉમેદવારોએ મેળવેલા મતો

 • સોલંકી ખેંગારભાઈ મનજીભાઈ 849
 • કો.પટેલ મણીરામભાઈ સોમાભાઈ 797
 • પટેલ બાબુભાઈ ખોડાભાઈ 784
 • પટેલ કિરીટભાઈ કરમશીભાઈ 758
 • બારડ દિલીપસિંહ ભુરૂભા 754
 • ચૌહાણ ભવાનભાઈ ડાહ્યાભાઈ 751
 • બારડ ગોપાલભાઈ પરશોત્તમભાઈ 749
 • વાઘેલા અર્જુનસિંહ ભાવુભા 723
 • વાઘેલા અશોકસિંહ જામુભા 711
 • વાઘેલા ગોપાલભાઈ ગણપતભાઈ 643
અન્ય સમાચારો પણ છે...