સાણંદ APMCની ચૂંટણી:સાણંદ APMCની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કુલ 97.47% મતદાન, આજે પરિણામ જાહેર થશે

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં મતદાન માટે વહેલી સવારેથી જ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
ચૂંટણીમાં મતદાન માટે વહેલી સવારેથી જ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
  • ખેડૂત વિભાગની 10 બેઠક માટે બેલેટ પેપરથી મતદાન કરાયું, ખેડૂત પેનલમાં 21 ઉમેદવાર વચ્ચે દિવસભર ચૂંટણીનો રસાકસીભર્યો જંગ જામ્યો, કુલ 1147 મતદારોમાંથી 1118 મતદારોએ મતદાન કર્યું

સાણંદ એપીએમસીની મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. દિવસભર વિકાસ અને પરિવર્તનની પેનલ વચ્ચે રસાકસીનો માહોલ રહ્યો હતો. ચૂંટણીને લઈને સાણંદ પોલીસ, ગ્રામ્ય એલસીબી ટીમનો કાફલો ખડકાયો હતો. સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.

સાણંદ એપીએમસી ખાતે મંગળવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાઈ હતી. ત્રણ પેનલમાંથી સહકાર પેનલ, વેપારી પેનલમાં ભાજપની વિકાસ પેનલ બિનહરીફ બની છે.પરંતુ ખેડૂત વિભાગની 10 બેઠક માટે મતદાન યોજાયું છે. જે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત પેનલમાં 21 ઉમેદવારો વચ્ચે દિવસભર ચૂંટણીનો રસાકસી ભર્યા જંગ જામ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં મતદાન મથક બહાર લાંબી લાઈનો લાગી હતી. કુલ 1147 મતદારોમાંથી 1118 મતદારોએ મતદાન કર્યું હતું. જે 97.47 ટકાએ પહોચ્યું હતું. ચૂંટણીની કામગીરી પૂર્ણ થતા મતદાન પેટીને સીલ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય ડીવાએસપી કે.ટી કામરીયાએ મતદાન પેટીના સ્ટોરરૂમની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. ચૂંટણીને લઈને સાણંદ પોલીસ તેમજ ગ્રામ્ય એલસીબી ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

દિવસભર ભાજપની વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ અને અપક્ષે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે આજે બુધવારે સાણંદ એપીએમસી ખાતે સવારે 9 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે. જીતના દાવા કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...