પેટાચૂંટણી:સાણંદ તાલુકા પંચાયત પર કેસરિયો લહેરાયો

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાણંદ બંને બેઠક પર કોંગ્રેસનો રકાસ - Divya Bhaskar
સાણંદ બંને બેઠક પર કોંગ્રેસનો રકાસ
  • સાણંદ તાલુકા પંચાયતની 2 બેઠક પર આપના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય તેટલા મત મળ્યાં

સાણંદ તાલુકા પંચાયત તથા બાવળા નગરપાલિકા અને ધંધુકા નગરપાલિકાના 1 વોર્ડની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં રવિવારે મતદાન બાદ આજે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાણંદ તાલુકા પંચાયતની 2 બેઠક પર ભાજપે કબજો ક્યો હતો. તો બાવળા નગરપાલિકાના વોર્ડ નં-5ની ખાલી પડેલી એક બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે કબજો જમાવ્યો હતો. તો ધંધુકા નગરપાલિકાના વોર્ડ નમ-6ની એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપે કબજો જમાવ્યો હતો.

સાણંદ બંને બેઠક પર કોંગ્રેસનો રકાસ
મંગળવારે સવારે 9 વાગે સાણંદ તાલુકા પંચાયતની ઝાંપ અને પીંપણ બેઠકની મતગણતરી કરાઇ હતી. સૌ પ્રથમ પીંપણ સીટનું પરિણામ જાહેર થયું હતું. પીંપણ સીટ ઉપર ભાજપ પક્ષના ઉમેદવાર આશાબેન નરેશભાઈ પરમારને 1837 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈલાબેન ગોહેલને 1764 વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સવિતાબેન ચૌહાણને 531 વોટ મળ્યા હતા. ઝાંપ બેઠકના ભાજપના જશીબેન બુટાભાઈ મકવાણાને 2443 વોટ મળ્યા હતા.

બાવળા કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડંુ પાડ્યું
બાવળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.ઇ.વી.એમ.મશીન ખુલતાં જ પહેલા રાઉન્ડમાં કોગ્રેસનાં ઉમેદવાર આગળ હતાં.પરંતુ બીજા અને છેલ્લા રાઉન્ડમાં ભાજપનાં ઉમેદવાર ગીતાબેન કાંતીભાઇ ઠાકોરને 861 મત મળ્યા હતાં.કોગ્રેસનાં લીલાબેન નિલેશભાઇ ઠાકોરને 586 મત, આપનાં ભગીબેન ભરતભાઇ ઠાકોરને 323 મત અને નોટાને 25 મત મળ્યા હતાં.

ધંધુકા બહિષ્કાર વચ્ચે ભાજપની જીત
ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર છ ની એક બેઠક માટેની ચૂંટણી તારીખ 3 ના રોજ યોજાઈ હતી જેની મતગણતરી તારીખ 5 ના રોજ થઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર કમળાબેન કિરણભાઈ પરમાર ને 618 મળ્યા હતા અને તેમનો વિજય 213 મતથી થયો હતો જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન વિનોદભાઈને 405 મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદ્રિકાબેન ધર્મેન્દ્ર ભાઈને 85 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...