કાર્યકરોને માર્ગદર્શન:કોરોનાની નિષ્ફળતાથી રૂપાણી ટીમે રાજીનામું આપવું પડ્યું : ચાવડા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના પ્રશ્નોને ઘેર ઘેર જઈ કોંગ્રેસનો જનમિત્ર સમજશે

આગામી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અમદાવાદ તાલુકા-જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ શુક્રવારે જૈનવાડી સાણંદ ખાતે યોજાયો હતો જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપની નિષ્ફળતા ઉપર ચાબખા વરસાવ્યા હતા અને કોંગ્રેસની આગામી રણનીતિ કેવી હશે તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા વિશેષ ઉપસ્થિત હતા તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલા ,એ.આઈ.સી.સી, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ પ્રદેશના સિનિયર નેતાગણ ,સાણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા ગૌતમભાઈ રાવલ, મહાદેવભાઈ વકીલ તાલુકા અને જિલ્લા પંચાયત સીટ ઉપર નિમણૂક પામેલા સંયોજકો સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે મિશન ૨૦૨૨ અંતર્ગત કોંગ્રેસનો જનમિત્ર બુથ લેવલ સુધી જઈ ભાજપની સરકારમાં વ્યાપેલ મંદી , મોંઘવારી , મહામારી , ભ્રષ્ટાચાર સહિતની બદીઓ ઉજાગર કરશે અને લોકોના પ્રશ્નો સમજશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકો માટે કામ કરતી કોંગ્રેસ સરકારને વિજયી બનાવશે. તેઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળની નિષ્ફળતાને કારણે રૂપાણી ટીમે રાજીનામું આપવું પડ્યું અને ભાજપના અંતરીક વિખવાદના ભોગ અનેક સીનીયરોએ બનવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...