તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાણંદ પ્રાંત કચેરી સામે કચરો બાળતાં સ્વાસ્થ્ય માટે જોખમ

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં આવતા લોકોને ધુમાડાથી પરેશાની

સાણંદ પ્રાંત કચરીના સામે મુકવામાં આવેલ કચરા પેટીની આજુબાજુ તો કચરાના ઢગલો છે ત્યારે તંત્રએ કચરાના નિકાલ કરવાની બદલે આ કચરા પેટીમાં જ કચરો સળગાવી નાખવામાં આવી રહ્યો છે. જે સ્વાસથ અને પર્યાવરણને માટે જોખમી સાબિત પણ થઇ શકે તેમ છે.

સાણંદ શહેરમાં આવેલ પ્રાંત કચેરી સામે મૂકવામાં આવેલ કચરા પેટી આજુબાજુ કચરાના ઢગલો પડેલા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કચરાનો ઢગલો પડેલો છે. જે કચરાને ત્યાજ કચરા પેટીમાંજ બાળી નાખવામાં આવી રહ્યો છે ગુરુવારે પણ આ જ રીતે કચરાને સળગાવામાં આવ્યો હતો. કચેરીમાં આવતા અરજદારો, કર્મચારીઓને આ કચરા પેટી સામે જ વાહનો પાર્કિગ કરે છે અને જેઓને ધુમાડાની દુર્ગધ સહીતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે સ્વચ્છ ગણાતા સાણંદમાં સરકારી કચરીઓ સામે જ આ પ્રકારે કચરાના ઢગલાની સફાઈની જગ્યાએ બાળવોએ સફાઈ સામે સવાલો ઉઠાવે છે. આ પ્રકારે કચરા પેટીમાં કચરાને સળગવાના લીધે કપર્યાવરણને પણ ખુબ નુકશાન પહોચાડે છે.જેથી કરીને આવા કચરાને બાળવાને બદલે તોનો યોગ્ય નિકાલ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...