બેરોજગારીનું સંકટ:સાણંદમાં ફોર્ડ કંપની બંધ થશે તો 1600 કર્મીની નોકરી પર જોખમ

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ મંગળવારે ફોર્ડના કર્મીઓને મળી આશ્વાસન આપ્યું

સાણંદ જીઆઈડીસીમાં આવેલી વિશ્વ વિખ્યાત મોટર કંપની ફોર્ડે સાણંદ ખાતેનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરતાજ સાણંદના આ પ્લાન્ટમાં નોકરી કરતા 1600થી પણ વધુ કર્મચારીઓ પર બેરોજગારીનું સંકટ આવી પડ્યું છે. ત્યારે કર્મચારીઓએ એકઠા થઇ નોકરી બચાવવા મુખ્યમત્રીને રજુઆત કરી છે.

વિશ્વ વિખ્યાત મોટર કંપની ફોર્ડે પોતાનો સાણંદ ખાતેનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે અહી કામ કરતા અનેક કર્મચારીઓ નોકરીઓ ગુમાવવાના છે. કર્મચારીઓએ આ અંગે એકજુટ થઇ લડત આપવાની શરૂઆત કરી છે જેને પગલે સાણંદ જીઆઇડીસીમાં મોટી સંખ્યામાં કર્મીઓએ એકઠા થયા હતા. કર્મચારીઓના જણાવ્યા મુજબ આટલા બધા કર્મીઓ માથે બેરોજગારીનું સંકટ છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે નિર્ણય લઈને અન્ય એકમોમાં આ કર્મીઓને સેટ કરવા જોઈએ અને ફોર્ડની જગ્યામાં ભવિષ્યમાં અન્ય કંપની શરુ થાય તો ફોર્ડના તમામ કર્મચારીઓને એજ જગ્યાએ નોકરી આપવી જોઈએ.

કર્મીઓએ દિવ્ય ભાસ્કર સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી કે અમો છ –સાત વર્ષથી ફોર્ડ માં નોકરી કરીએ છીએ, આસપાસમાં ફ્લેટ વગેરે રહેણાક મિલકતો પણ ખરીદી છે ત્યારે નોકરી જશે તો મકાનોના હપ્તા પણ ભરી નહિ શકીએ અને કારકિર્દી બરબાદ થઇ જશે. વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મંગળવારે ફોર્ડના કર્મીઓને મળી આશ્વાસન આપ્યું હતું. . આ અંગે કર્મચારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...