કર્મચારીઓમાં આનંદ:નિવૃત્ત થતા 112 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મીઓને 12 કલાકમાં તમામ લાભો અપાયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નિવૃત થતાં 112 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ને સાથે રાખી સમગ્ર કાર્ય નું સુચારું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 01-11-2021ના રોજ તમામ કર્મચારીઓના નિવૃત્તિના લાભોની ફાઈલ તેમજ સન્માનપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ત્રણેય શિક્ષણમંત્રીઓ હાજર રહ્યા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશભાઈ વ્યાસ દ્વારા નિવૃત્તિના બીજા જ દિવસે (12 કલાક માંજ ) કર્મચારીઓને તેમના લાભો કચેરી દ્વારા સામેથી સન્માનપૂર્વક આપવાની કામગીરી કરી સમગ્ર રાજ્યમાં પ્રેરણાદાયક થઈ રાજ્યના અન્ય જિલ્લામાં પણ આ મોડેલ લાગુ પાડવાનું માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ વચન આપ્યું છે.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિના પ્રમુખ રાકેશસિંહ રાઠોડ ,અધ્યક્ષ માણેકભાઈ કે પટેલ મહામંત્રી રામદેવ સિંહ ઝાલા અને આ કાર્યક્રમ માં મંત્રી ,મુકેશભાઈ સી પટેલ અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળ,પ્રમુખકેતનભાઇ કે પટેલ અમદાવાદ જિલ્લા વહીવટી કર્મચારી સંઘ ,પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ ,અમદાવાદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ,અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત હતા. જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારનું કાર્ય કરવામાં આવતા કર્મચારીઓમાં આનંદ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...