હુમલો:બાઈક સાથે કાર અથડાવવા અંગે ઠપકો આપતાં માર માર્યો

સાણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના મોરૈયા પાટિયા પાસે અકસ્માત થતાં કારમાં સવાર 4 નબીરાઓએ આધેડને ફટકાર્યા

સાણંદના મોરૈયા પાટિયા નજીક એક ક્રેટા કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલકે આ અંગે ઠપકો આપતા કારમાં બેઠેલા ચાર નબીરાઓએ બાઈક ચાલક આધેડને લાકડી અને ગડદા પાટુનો માર મારતા સારવાર અર્થે સહયોગ હોસ્પિટલ શાંતિપૂરા ખાતે ખસેડાયા હતા.

બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સાણંદ તાલુકાના મટોડા ગામે રહેતા કનુભાઈ પ્રભુભાઈ મકવાણા અમદાવદ સીટીએમ ખાતે પોતાની નોકરી પતાવીને બાઈક લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે મોરૈયા ગામના પાટિયા નજીક ક્રેટા કાર ચાલકે તેમના બાઈકને પાછળથી અથડાવતા તેઓએ કારનો કાચ ખોલી ભાઈ જોતા નથી એટલું કહેતા કારમાંથી ચાર નબીરા નીચે ઉતરીને કનુભાઈને લાકડી અને ગડદા પાટુનો માર મારતા કનુભાઈને ઈજાઓ થતા શાંતિપુરા સહયોગ હોસ્પિટલ ખસેડાયા હતા બીજી તરફ પેલા ચાર ઇસમો કાર હંકારી નાસી છૂટ્યા હતા. બનાવની ફરિયાદ ચાંગોદર પોલીસમાં કરતા પોલીસે ચાર અજાણ્યા ઇસમો વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની નાની બાબતમાં હુમલા કરવાના બનાવોમાં વધારો નોંધાયો છે. બાઇકને કાર અથડાવવા મુદ્દે હુમલો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...