તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાણંદ સરખેજ હાઇવે ઉપર છેલ્લા દોઢ માસથી સોનાની ચેઇનો તોડવાની ઘટનાઓ બનતા સાણંદ પોલીસે વિવિધ દિશાઓમાં તપાસો હાથ ધરી ગીબપુરા પાસેથી 2 અમદાવાદના ઈસમોને ઝડપી લીધા છે.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવાની સુચના અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તેમજ સાણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે. ટી. કામરીયાનાએ આપેલ હોય અને સાણંદ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગનો ગુનો નોંધાયેલ હોય જેને લઈને આરોપીઓને ઝડપી લેવા સાણંદ પો.સ્ટે.પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ગોહીલ નાઓએ તથા પીએસઆઈ એમ. જે. ઝાલા, જી. કે. ચાવડા, એએસઆઈ મુમતાઝબેન, હે.કો. ગોપાલસિંહ, નાગરાજસિંહ, પો.કો. બહાદુરસિંહ, અનિલભાઇ, અલ્પેશભાઇ,નિરંજનભાઇ, હરપાલસિંહ ટીમે બાતમી આધારે સાણંદ તાલુકાના ગિબપુરા પાસેથી આરોપી ઇમરાનશા યાસીનશા દિવાન (રહેજુહાપુરા, અમદાવાદ) અને સફવાન નિસાર એહમદ શેખ (રહે.નારોલ, અમદાવાદ)ને ઝડપી લીધા હતા. તેમજ આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલ ચોરીના બાઈક તથા લૂંટમાં ગયેલ તમામ સોનાની ચેઈનો, બે મોબાઇલ મળી કુલ કિં.રૂ.2.14.190ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપી ઇમરાનશા યાસીનશા દિવાનની વિરૂધ્ધમાં વેજલપુર પો.સ્ટે.માં 6 વાહન ચોરીના તથા એક લૂંટનો ગુનો, નવરંગપુરા પો.સ્ટે.માં 2, કારંજ પો.સ્ટે.માં-2 તથા રીવરફ્રન્ટ પો.સ્ટે.માં-1 વાહન ચોરીના એમ કુલ-12 ગુનાઓ નોંધાયેલા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં સોનાની ચેઇનો-4 કુલ કિં.રૂ.1.81.190, બજાજ પલ્સર બાઇક કિં.રૂ.25 હજાર, 2 મોબાઇલ કિં.રૂ.8 હજાર મળી કુલ રૂ.2.14.190નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.